NPK ખાતરના ભાવમાં 250 રૂપિયાનો વધારો, ખેડૂતો ચિંતામાં મુકાયા

|

Jan 03, 2022 | 3:32 PM

ખાતરમાં ભાવ વધારો ઝીંકાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 40 કરોડનો આર્થિક બોજો પડશે. જેથી દક્ષિણ ગુજરાત સહિતના તમામ ખેડૂતોમાં ખાતરમાં ભાવ વધારાને લઈને રોષ જોવા મળી રહ્યો છે.

પેટ્રોલ-ડીઝલ, ગેસ, શાકભાજી, તેલ સહિત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં મોંઘવારી (Inflation) કૂદકેને ભૂસકે વધી રહી છે. તેમાં એકવાર ફરી ખાતરના ભાવોમાં પણ વધારો કરતા ખેડૂતોની કમ્મર તુટી ગઈ છે. NPK ખાતર (fertilizer)ના ભાવમાં 250 રૂપિયાના વધારા સાથે નવો ભાવ 1,700 રૂપિયા પહોંચી ગયો છે. ખાસ કરીને શેરડીમાં ખાતરનો વધુ ઉપયોગ થતો હોવાથી વર્ષે ખેડૂતો (Farmers)એ ગજવામાંથી વધુ ખર્ચ કરવો પડશે.

રો મટીરિયલ્સના વધેલા દરની અસર

સામાન્ય નાગરિક તો મોંઘવારીથી પીસાઈ જ રહ્યો છે. પરંતુ હવે ખેડૂતોને પણ મોંઘવારીથી માર પડી રહ્યો છે. એક તરફ વારંવાર માવઠાનો માર સહન કરતા ખેડૂતો પર તો પડતા પર પાટુ જેવી સ્થિતિ વારંવાર સર્જાઈ રહી છે. રો મટીરિયલ્સના વધેલા દરની અસરના ભાગ રૂપે પોટાશ ખાતરના ભાવમાં વધારો થયો છે. રોકડિયા પાક અને શેરડીની ખેતી કરતા ખેડૂતોને ખાતરના ભાવ વધારાને કારણે વધારાનો બોજો પડશે.

સબસિડી આપવા ખેડૂતોની માગ

ખાતરમાં ભાવ વધારો ઝીંકાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 40 કરોડનો આર્થિક બોજો પડશે. જેથી દક્ષિણ ગુજરાત સહિતના તમામ ખેડૂતોમાં ખાતરમાં ભાવવધારાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ 5 હજાર કરોડની સબસિડી આપવા કેન્દ્ર સરકાર સમક્ષ માગ કરી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધતા પ્રતિબંધોની શરૂઆત, હેર સલૂન-બ્યુટી પાર્લરને 50 ટકા ક્ષમતા સાથે ચલાવવા ગાઈડ લાઇન

આ પણ વાંચોઃ હું માતાજીના સમ ખાઇને કહું છું કે મેં દારુ પીધો જ નથી : ઇસુદાન ગઢવી

Next Video