ગુજરાતમાં કોરોનાના કેસો વધતા પ્રતિબંધોની શરૂઆત, હેર સલૂન-બ્યુટી પાર્લરને 50 ટકા ક્ષમતા સાથે ચલાવવા ગાઈડ લાઇન
ગુજરાતમાં જાહેર સ્થળો, કામના સ્થળે તથા ડ્રાઈવિંગ કરતા સમયે પણ માસ્ક પહેરવું ફરજિયાત છે.ઉપરાંત જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાત પાલન કરવાનું રહેશે
ગુજરાતમાં(Gujarat)કોરોનાની(Corona)ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ છે. તેમજ દિવસે દિવસે કોરોનાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે.ત્યારે કોરોનાના કેસને અટકાવવા માટે કડક પ્રતિબંધો(Restriction)મુકવામાં આવી રહ્યાં છે.સરકારી કચેરીઓમાં બંને ડોઝ લેનારને જ પ્રવેશ અપાઇ રહ્યો છે.ત્યારે હવે હેર સલૂન(Hair Salons)અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતા સાથે જ ગ્રાહકોને પ્રવેશ આપવાની ગાઇડલાઇન જાહેર કરાઇ છે.
તેમજ જાહેર સ્થળો, કામના સ્થળે તથા ડ્રાઈવિંગ કરતા સમયે પણ માસ્ક પહેરવું ફરજિયાત છે.ઉપરાંત જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.જાહેરમાં થૂંકનારા લોકોને દંડ ફટકારી તેમની સામે કડક કાર્યવાહી કરાશે.સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે.
જ્યારે રેસ્ટોરન્ટને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન 7મી જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. તો ગુજરાત પોલીસના સતાવાર ટ્વીટર હેન્ડલ પર ઓમિક્રોનના વધતાં પ્રભાવ વચ્ચે હેર સલૂન અને બ્યુટી પાર્લરના માલિકોએ કોવિડ ગાઈડલાઇનને ચુસ્ત પણે અમલમાં મૂકી ગ્રાહકોને તથા પોતાને સુરક્ષિત રાખવાની અપીલ કરાઈ છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસમાં આંશિક રાહત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 968 કેસ
આ પણ વાંચો : Surat : પ્રિકોશન ડોઝ માટે 10 જાન્યુઆરીએ 44,435 લોકો રજીસ્ટર્ડ, હેલ્થ વર્કર્સને પ્રાથમિકતા
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
નર્મદામાં 75 લાખના તોડકાંડમાં સૌથી મોટો ખુલાસો
