Rajkot Rain : રાજકોટના લોધિકામાં ધોધમાર વરસ્યો વરસાદ, વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટના લોધિકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકોટના ખીરસરા, મેટોડા, ઈટાળ, વડ - વાજડી દામમાં પણ વરસાદ વરસ્યો છે. જો કે વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટના લોધિકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકોટના ખીરસરા, મેટોડા, ઈટાળ, વડ – વાજડી દામમાં પણ વરસાદ વરસ્યો છે. જો કે વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ભાવનગરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. આજે રાજ્યના આઠ જિલ્લામાં વરસાદનું અનુમાન છે. ભારે ગાજવીજ સાથે વરસી વરસાદ શકે છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના બે-બે જિલ્લામાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદની આગાહી છે.
ભાવનગરમાં વરસ્યો સૌથી વધુ વરસાદ
ભાવનગરના સેદરડા ગામમાં ધમધોકાર વરસાદ ખાબક્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે. સેદરડા ગામની નદી બેકાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.