Junagadh : ધરતીપુત્રોને માવઠાનો માર ! કેશોદમાં ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં નુકસાન વળતરની માગ સાથે કર્યો વિરોધ, જુઓ Video

Junagadh : ધરતીપુત્રોને માવઠાનો માર ! કેશોદમાં ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં નુકસાન વળતરની માગ સાથે કર્યો વિરોધ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 31, 2025 | 2:54 PM

ગુજરાત પર આવેલી આફતે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. એવામાં છેલ્લા 3-4 દિવસથી પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોના તૈયાર થયેલો પાક ધોવાઈ ગયો છે. જેને લઈને ખેડૂતો પણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે.

ગુજરાત પર આવેલી આફતે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. એવામાં છેલ્લા 3-4 દિવસથી પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોના તૈયાર થયેલો પાક ધોવાઈ ગયો છે. જેને લઈને ખેડૂતો પણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. એવામાં જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન થતા ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ નોંધાવ્યો છે. મોંઘા બિયારણ, ખાતર, દવાઓનો ખર્ચ કર્યા બાદ પણ પૂરતા ભાવ ન મળ્યા અને એવામાં કમોસમી વરસાદના કારણે પાક નુકસાની થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.

તેમજ ખેડૂતોએ કેશોદના ટીટોળી ગામ ખાતે અર્ધ નગ્ન હાલતમાં હલ્લાબોલ કરી વિરોધ નોંધાવ્યો. માવઠાથી મગફળીને નુકસાન સામે સરકાર સહાય કરે તેવી પણ માગ કરી છે. તથા સરકાર સર્વેના નામે નાટક કરતી હોવાનું પણ જણાવ્યુ છે. ખેડૂતોને થયેલા નુકસાન સામે પુરતુ વળતર ચુકવવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે. પાક ધિરાણ માફ કરવામાં આવે તથા PMJAY પાક વીમા યોજના ચાલુ કરવા પણ માગ કરી છે. સરકાર આ નુકસાની સામે પુરતુ વળતર આપે તેવી માગ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો