GETCO ના વીજ ટાવરનો વિરોધ કરવા ખેડૂત ખેતરમાં ઝેરી જંતુનાશક દવા લઈને પહોંચ્યો, મચી અફરાતફરી, જુઓ

ડીસા તાલુકામાં આવેલા ડાવસ ગામે ખેડૂતે GETCOની હાઈટેન્શન વીજ લાઈનના ટાવર ઉભા કરવાનો વિરોધ કર્યો છે. ખેડૂતે વળતર વિના જ ખેતરમાં વીજ લાઈનનો ટાવર ઉભા કરવાને લઈ વિરોધ નોંધાવ્યો હતો. રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા ટાવર ઉભા કરવાની કાર્યવાહી કરવામાં આવતા ખેડૂતે આખરે વિરોધ કરીને ખેતરમાં આત્મવિલોપન કરવાની ચીમકી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2024 | 4:02 PM

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા ડાવસ ગામે ખેડૂતે GETCOની હાઈટેન્શન વીજ લાઈનના ટાવર ઉભા કરવાનો વિરોધ કર્યો છે. ખેડૂતે વળતર વિના જ ખેતરમાં વીજ લાઈનનો ટાવર ઉભા કરવાને લઈ વિરોધ નોંધાવ્યો હતો. રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા ટાવર ઉભા કરવાની કાર્યવાહી કરવામાં આવતા ખેડૂતે આખરે વિરોધ કરીને ખેતરમાં આત્મવિલોપન કરવાની ચીમકી હતી.

ખેડૂત ખેતરમાં જ ઝેરી જંતુનાશક દવાને એક કેરબામાં ભરીને પહોંચતા જ હાજર અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા. પોલીસ સહિતનો કાફલો ખેતરમાં દોડી આવ્યો હતો અને ખેડૂતની સાથે સમજાવટના પ્રયાસો હાથ ધરીને જંતુનાશક દવાને તેમનાથી દૂર કરવામાં આવી હતી. ટાવર નાંખવાના વિરોધને લઈ આસપાસના અન્ય ખેડૂતો પણ એકઠા થઈ ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

 

આ પણ વાંચો:  પાકિસ્તાનને બેવડો ઝટકો! ભારતમાં રમાનાર T20 વિશ્વકપમાં નહીં મેળવી શકે સીધી એન્ટ્રી, જાણો કેમ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">