Navsari : નવસારીમાં માવઠાથી કૃષિ-પાકોમાં મોટુ નુકસાન ! ખેતીવાડી વિભાગે હાથ ધર્યો સર્વે, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. માવઠાના કારણે નવસારી જિલ્લાના મુખ્ય પાક ડાંગરમાં મોટાપાયે નુકસાન થયું છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. માવઠાના કારણે નવસારી જિલ્લાના મુખ્ય પાક ડાંગરમાં મોટાપાયે નુકસાન થયું છે. નવસારી જિલ્લામાં ચાલુ વર્ષે 45 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરાયું છે. જેમાં કાપણી સમયે ઉભા પાકને અથવા કાપેલા ડાંગરને વરસાદથી નુકસાન થતા ખેતીવાડી વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી છે. નવસારી જિલ્લાના દરેક તાલુકામાં ગ્રામસેવકની આગેવાનીમાં ટીમો બનાવી છે. તે ડાંગર તેમજ અન્ય પાકોમાં થયેલા નુકસાનનું સર્વે કરશે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં ચોમાસું અને ઉનાળુ એમ બંને સીઝનમાં ડાંગરના પાકની વાવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે ડાંગર કાપણી સમયે માવઠું થતાં તેની સીધી અસર ડાંગરની કાપણી પર થઈ રહી છે. તો શાકભાજી તેમજ બાગાયતી પાકોમાં પણ નુકસાન થયું છે. બીજી તરફ વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે CM અને કૃષિપ્રધાનને પત્ર લખી વહેલા સર્વે કરી પાક નુકસાનીનું વળતર ચૂકવવા માગ કરી છે.
