Ahmedabad : હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું મોત, ડોક્ટરની બેદરકારનો પરિવારજનોએ લગાવ્યો આક્ષેપ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 03, 2023 | 6:40 PM

અમદાવાદના મેઘાણી નગરમાં પરિવારે ડોક્ટરની બેદરકારીથી ગર્ભવતી મહિલાનું મોતનો આરોપ લગાવ્યો છે. પ્રસુતિની પીડા ઉપડતા તપાસ માટે પરિવાર ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લાવ્યા હતા. જ્યાં તેનું મોત થયું છે.

Ahmedabad: મેઘાણીનગરમાં ગર્ભવતી મહિલાનું મોત થતા હોબાળો થયો છે. પરિવારે ડોક્ટરની બેદરકારીથી મોત થયુ હોવાનું આરોપ લગાવ્યો છે. પ્રસુતિની પીડા ઉપડતા તપાસ માટે પરિવાર ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લાવ્યા હતા. જે બાદ સારવાર દરમિયાન 23 વર્ષીય ગર્ભવતી મહિલાનું મોત થયુ. સમગ્ર મામલે મેઘાણીનગર પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો  : સરકાર દ્વારા યોજાયેલી ચિંતન શિબિરને લઈ મુખ્યમંત્રીએ આજે કરી રીવ્યુ બેઠક, જુઓ Video

પ્રસૂતિની પીડા ઊપડતાં હોસ્પિટલ લાવ્યા જ્યાં સારવાર દરમ્યાન મોત થયું છે. પરિવારે કહ્યું 10 વાગે ડોક્ટર આવ્યા સોય નાખી અને ત્યાર બાદ ડોક્ટર જતાં રહ્યા હતા. જે બાદ ગર્ભવતી મહિલાએ કોઈ પ્રતિક્રિયા નહીં આપતા પરિવાર ચિંતામાં મુકાયા હતો અંતે મહિલાનું મોત થયું હોવાનું  સામે આવતા પરિવારના સભ્યો રોષે ભરાયા હતા. આ સમગ્ર મામલો હવે પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસ આ બાબતે તપસ કરે તેવી પરિવારના લોકોની માગ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 03, 2023 06:39 PM