સરકાર દ્વારા યોજાયેલી ચિંતન શિબિરને લઈ મુખ્યમંત્રીએ આજે કરી રીવ્યુ બેઠક, જુઓ Video

સરકાર દ્વારા યોજાયેલી ચિંતન શિબિરને લઈ આજે મુખ્યમંત્રીએ રીવ્યુ બેઠક કરી. અધિકારીઓ સાથે ભૂપેન્દ્ર પટેલે રીવ્યુ બેઠક કરી શહેરીકરણ અને માળખાકીય વિકાસની ચર્ચા કરી. મહત્વનુ છે કે ગત 19-20-21 મેના રોજ આ ચિંતન શિબિર નર્મદા ખાતે યોજાઈ હતી.

Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 03, 2023 | 5:35 PM

Gandhinagar: સરકાર દ્વારા નર્મદા ખાતે યોજાયેલી ચિંતન શિબિરને લઈ મુખ્યમંત્રીએ આજે રીવ્યુ બેઠક કરી. અધિકારીઓ સાથે CMએ રીવ્યુ બેઠક કરી. મહત્વનુ છે કે 19-20-21 મે ચિંતન શિબિર યોજાઈ હતી. શહેરીકરણ અને માળખાકીય વિકાસ સાથે દેશ સરકાર અને તમામ સ્વાયત સંસ્થાના કર્મચારીઓ માટે તીવ્ર અને ક્ષમતા નિર્માણની વાત કરાઇ છે. શિક્ષણમાં ગુણાત્મક સુધારી, ગ્રામ વિસ્તારોમાં માળખાકીય અને ક્ષમતા નિર્માણ મુદ્દે ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો  :  બરોડા ડેરીનો મુદો ઉકેલાયો, પ્રમુખ તરીકે સતીષ પટેલ, ઉપપ્રમુખ તરીકે જી. બી. સોલંકીની વરણી

શિક્ષણ, આરોગ્ય, ઇન્ફ્રાક્ટરકચર, ગ્રામિણ સવલત અંગે સુધારાને લઈ શિબિરમાં રિવ્યુ કરાયું. જો કે અત્યાર સુધી આ મામલે કોઈ કવાયત નથી થઈ. CM એ આજે તમામ વિભાગમાં અધિકારિઓ સાથે બેઠક કરી. બેઠકમાં ચિંતન શિબિરના આવેલા સૂચનો સંકલન કરવા નિર્દેશ કરાયા છે. આગામી સપ્તાહ સુધીમાં સરકાર ભલામણોને લઈ એક્શન પ્લાન તૈયાર કરી શકે છે.

નર્મદા ખાતે સરકારની 2 દિવસીય ચિંતન શિબિરમાં રાજ્યની અનેક સમસ્યા અંગે થયું હતું મંથન

  • સૌથી વધુ શાળાકીય શિક્ષણ માં ગુણાત્મક સુધારા ની જરૂર
  • પ્રાથમિક શિક્ષણ માં ડ્રોપ આઉટ રેશિયો ઘટીને 2.80 % થયો
  • મધ્યમીક શિક્ષણ માં ડ્રોપ આઉટ રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ
  • રાષ્ટ્રીય સરેરાશ 12.62% ની સામે ગુજરાત માં રેશિયો 17.85 %
  • નેશનલ એચિવમેન્ટ સર્વે 2021 માં દેશ માં ટોપ રાજ્યો માં ગુજરાતનો સમાવેશ
  • પર્ફોમન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ માં પણ ગુજરાત ટોપ પર
  • સરકાર સામે શિક્ષણ માં 5 મુખ્ય પડકાર
  • ધોરણ 3 સુધીમાં વાંચન લેખન ગણન ની ક્ષમતા નબળી
  • ધોરણ 8 સુધીના વિદ્યાર્થી માં અભ્યાસ સુનિષચિત કરવો
  • ધોરણ 8 થી 12 માં એનરોલમેન્ટ રેટ સુધર્વક જરૂરી
  • રાષ્ટ્રીય સરેરાશ કરતા ધોરણ 8 થી 12 નો એનરોલમેન્ટ રેશિયો ઓછો
  • સરકારી શાળા શિક્ષકોનું પર્ફોમન્સ સુધારવું જરૂરી
  • ગુજરાત ની 53 % નાની શાળાઓ માં ફક્ત 17 % વિદ્યાર્થીઓ
  • જ્યારે 47 % મોટી શાળાઓ માં 83 % વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
  • રાજ્ય માં 60 કરતા ઓછા વિદ્યાર્થી ઓ વળી 9500 શાળાઓ
  • 2 શિક્ષકો વાળી 9312 શાળાઓ
  • 2 વર્ગ ખંડવાળી 6836શાળાઓ
  • રાજ્ય માં.1.05 લાખ સ્માર્ટ કલાસ રૂમ હોવાનો સરકાર નો દાવો
  • 25000 જ્ઞાન સહાયકો ની કરાર આધારિત થશે ભરતી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">