Gujarati Video : સુરતમાં બ્રાન્ડના નામે પાણીની નકલી બોટલ બનાવતી ફેકટરી ઝડપાઇ, વરાછા પોલીસે તપાસ હાથ ધરી
સુરતમાં બ્રાન્ડના નામે પાણીની (Water bottle) નકલી બોટલ બનાવતી ફેકટરી ઝડપાઇ છે. ભજીયાવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિભાગ-2માંથી ફેક્ટરી ઝડપાઈ છે.
Surat : એક તરફ ચોમાસામાં (Monsoon 2023) પાણીજન્ય રોગચાળો (Disease) ફેલાયો છે. બીજી તરફ સુરતમાં પીવાના પાણી સાથે જ ચેડા થઇ રહ્યા છે. સુરતમાં બ્રાન્ડના નામે પાણીની (Water bottle) નકલી બોટલ બનાવતી ફેકટરી ઝડપાઇ છે. ભજીયાવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિભાગ-2માંથી ફેક્ટરી ઝડપાઈ છે. કંપનીએ પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. સમગ્ર મામલે વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.