દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, નવસારીના વાંસદામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો, વહેલી સવારથી ફરીથી મેઘમહેર

રાજ્યમાં વરસાદને (Rain) લઇ હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરી છે કે આગામી બે દિવસ મેઘરાજા ફરી ગુજરાતમાં તોફાની બેટિંગ બોલાવશે. હવામાન વિભાગનું માનીયે તો આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2022 | 9:41 AM

રાજ્યમાં વરસાદને (Rain) લઇ હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરી છે કે આગામી બે દિવસ મેઘરાજા ફરી ગુજરાતમાં તોફાની બેટિંગ બોલાવશે. હવામાન વિભાગનું માનીયે તો આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. જે અનુસાર મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં વરસવાનું શરુ કર્યુ છે. નવસારી (Navsari) શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.

નવસારીના વાંસદામાં છ ઇંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાક એટલે કે 15 સપ્ટેમ્બર 2022 સવારે 6 કલાકથી 16 સપ્ટેમ્બર 2022 સવારે 6 કલાક સુધીમાં નવસારીના વાંસદામાં છ ઇંચ, ખેરગામમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. નવસારીના ચીખલી અને ગણદેવીમાં 5-5 ઈંચ વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી ફરીવાર નવસારી પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો છે.

તો વહેલી સવારથી ફરીવાર નવસારી પંથકમાં ધોધમાર વરસાદ વરસવાનું શરુ થયુ હતુ. મંકોડીયા, સ્ટેશન રોડ ડેપો વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જલાલપોર, ઇંચ, ગણદેવી, ચીખલી, ખેરગામ ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.

બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ મેઘરાજા ફરી ગુજરાતમાં તોફાની બેટિંગ બોલાવશે. હવામાન વિભાગનું માનીયે તો આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફુંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. હવાનું હળવુ દબાણ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગે માહિતી આપી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">