AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૂર્વ IAS એસ. કે. લાંગાની પૂછપરછમાં ઘટસ્ફોટ, ધરપકડથી બચવા પૂર્વ પ્રધાનના ફાર્મ હાઉસમાં છુપાયો હતો, જુઓ Video

પૂર્વ IAS એસ. કે. લાંગાની પૂછપરછમાં ઘટસ્ફોટ, ધરપકડથી બચવા પૂર્વ પ્રધાનના ફાર્મ હાઉસમાં છુપાયો હતો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2023 | 1:55 PM
Share

કોંગ્રેસ નેતા બી.કે.ગઢવીના આબુના ફાર્મ હાઉસમાં પૂર્વ IAS એસ.કે લાંગા સંતાયો હતો. ત્યારે લાંગાને આશરો આપનારાઓ સામે પણ ગુનો નોંધાઈ શકે છે.

રૂપિયા 10 હજાર કરોડના જમીન કૌભાંડમાં પૂર્વ IAS એસ.કે લાંગાની પૂછપરછમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. પૂર્વ IAS એસ.કે. લાંગાએ ધરપકડથી બચવા કોંગ્રેસના પૂર્વ પ્રધાનના ફાર્મ હાઉસમાં આશરો લીધો હતો. કોંગ્રેસ નેતા બી.કે.ગઢવીના આબુના ફાર્મ હાઉસમાં પૂર્વ IAS એસ.કે.લાંગા સંતાયો હતો. ત્યારે લાંગાને આશરો આપનારાઓ સામે પણ ગુનો નોંધાઈ શકે છે.

આ પણ વાંચો Breaking News : સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી દોષિત જાહેર, કોર્ટે 7 વર્ષની સજા ફટકારી

એસ.કે. લાંગાને ઝડપી પાડવા પોલીસે એક ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે વેશ પલટો કરીને વીજ કંપનીના કર્મચારી બની ફાર્મ હાઉસમાં પ્રવેશ્યા હતા. જ્યાં લાંગા ઉપસ્થિત હોવાથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે લાંગાની સેવા માટે એક નોકર પણ તૈનાત કરાયો હતો. ફાર્મહાઉસમાંથી એક શંકાસ્પદ કાર પણ મળી આવી છે. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">