AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : તમારો મોબાઇલ પણ આજે જોર જોરથી રણક્યો ? ઇમરજન્સીની સ્થિતિમાં આ રીતે જ લોકોને એલર્ટ કરાશે

Ahmedabad : તમારો મોબાઇલ પણ આજે જોર જોરથી રણક્યો ? ઇમરજન્સીની સ્થિતિમાં આ રીતે જ લોકોને એલર્ટ કરાશે

Darshal Raval
| Edited By: | Updated on: Oct 16, 2023 | 2:23 PM
Share

સમગ્ર ગુજરાતમાં આજે બપોરે 'Large Scale Testing of Cell Broadcast' કરવામાં આવ્યું. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ (Cell Broadcast Alert System) એ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. આજે આ અંગે લોકોના મોબાઈલ ઉપર ટેસ્ટીંગ મેસેજ પ્રસારિત કરવામાં આવ્યો. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમથી હવે હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર, બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઈલ ઉપકરણો દ્વારા જાહેર જનતાને સલામતી માટે મોકલવામાં આવશે. 

Ahmedabad : સમગ્ર ગુજરાતમાં આજે બપોરે ‘Large Scale Testing of Cell Broadcast’ કરવામાં આવ્યું. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ (Cell Broadcast Alert System) એ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. આજે આ અંગે લોકોના મોબાઈલ ઉપર ટેસ્ટીંગ મેસેજ પ્રસારિત કરવામાં આવ્યો.

સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમથી હવે હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર, બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઈલ ઉપકરણો દ્વારા જાહેર જનતાને સલામતી માટે મોકલવામાં આવશે.

આ પણ વાંચો-Botad News: ગઢડા ગોપીનાથજી મંદિરમાં ભક્ત દ્વારા સોનાની છેતરપિંડી, ચેરમેને લગાવ્યા ગંભીર આરોપ, જુઓ Video

આજે કરવામાં આવેલા “આ સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ”  ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવ્યો. આ મેસેજ- સંદેશને અવગણવા પણ તેમાં જ જણાવવામાં આવ્યુ હતુ. આ મેસેજથી લોકોએ કોઈ પગલાં ભરવા નહીં કે ચિંતા કરવાની જરૂર નથી. આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલુ એક પરીક્ષણ છે.સમગ્ર દેશની ઇમરજન્સી એલર્ટ સિસ્ટમના પરીક્ષણ માટે આ સંદેશ મોકલવામાં આવ્યો છે.

કટોકટી દરમિયાન સમયસર ચેતવણી આપીને જાહેર જનતાની સલામતી વધારવા માટે આ પ્રકારના મેસેજ ભવિષ્યમાં પણ કરવામાં આવશે. કટોકટીના સમયે જાનહાનિ અટકાવવાના ઉદ્દેશ્ય સાથે ભવિષ્યમાં આ વ્યવસ્થા અમલી બનાવવામાં આવશે. તેના ટેસ્ટિંગના ભાગરૂપે આ મેસેજ મોકલવામાં આવ્યો હતો, તેવું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરાયુ છે.

મહત્વનું છે કે,નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી- NDMA દ્વારા SACHET પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ થકી જાહેર જનતાને ડિઝાસ્ટર સંબંધી મેસેજ અલગ અલગ માધ્યમથી મોકલી શકાય તેના ભાગ રૂપે આ પ્રક્રિયા કરવામાં આવી. જે પ્રક્રિયાને લોકોએ આવકારી. જોકે સાથે જ લોકોએ નવી સિસ્ટમ ને મેઇન્ટેઇન રાખવી. સિસ્ટમ યોગ્ય રીતે ચાલે તે માટે ધ્યાન આપવા અપીલ પણ કરી. જેથી સિસ્ટમનો સાચો ઉદ્દેશ્ય સાર્થક કરી શકાય.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 16, 2023 02:19 PM
g clip-path="url(#clip0_868_265)">