ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ચૂંટણી કમિશનરે કરી આ સ્પષ્ટતા

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલા યોજાશે. જોકે આ અંગે મુખ્ય ચૂંટણી કમિશનરે સ્પષ્ટતા કરી છે કે ચૂંટણી સમયસર જ યોજવામાં આવશે.

ગુજરાત(Gujarat)  વિધાનસભાની આગામી ચૂંટણીને(Election) લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલા યોજાશે. જોકે આ અંગે મુખ્ય ચૂંટણી કમિશનરે સ્પષ્ટતા કરી છે કે ચૂંટણી સમયસર જ યોજવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનર પરિવાર સાથે મા અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે- ગુજરાતમાં સમયસર જ ચૂંટણી યોજાશે સાથે જ તેમણે ભક્તોને પણ અપીલ કરી કે તેઓ જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. તેમણે કહ્યું કે- અંબાજી માતા માટે તેમને અતૂટ શ્રદ્ધા છે અને સમયાંતરે તેઓ માતાજીના દર્શન કરવા આવતા રહે છે.

આ પણ  વાંચો :  Surat : સુરતના આ વ્યક્તિ પાસે છે 50 હજાર થી પણ વધુ ઐતિહાસિક ચલણ નો સંગ્રહ

આ  પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે, પીએમ મોદી અને અમિત શાહ સાથે કરશે શુભેચ્છા મુલાકાત

Click on your DTH Provider to Add TV9 Gujarati