Junagadh Rain : વંથલીના નાવડા ગામે પાણીના પ્રવાહમાં ફસાયો વ્યક્તિ, ફાયર બ્રિગેડે કર્યુ રેસ્ક્યૂ, જુઓ Video
જૂનાગઢના વિસાવદરમાં ધોધમાર વરસાદ (Rain) ખાબક્યો છે. 11 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે. પોપટડી, મહિયારી અને કાબરા નદીમાં પૂર આવ્યા છે. જીવાપરા પાસે પસાર થતી નદી પણ બે કાંઠે થઇ છે. નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર બંધ થઇ ગયા છે. ત્યારે પાણીના પ્રવાહમાં ફસાયેલા એક વ્યક્તિનું રેસ્કયૂ કરવામાં આવ્યુ.
Junagadh : જૂનાગઢના વિસાવદરમાં ધોધમાર વરસાદ (Rain) ખાબક્યો છે. 11 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે. પોપટડી, મહિયારી અને કાબરા નદીમાં પૂર આવ્યા છે. જીવાપરા પાસે પસાર થતી નદી પણ બે કાંઠે થઇ છે. નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર બંધ થઇ ગયા છે. ત્યારે પાણીના પ્રવાહમાં ફસાયેલા એક વ્યક્તિનું રેસ્કયૂ કરવામાં આવ્યુ.
જૂનાગઢમાં ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. ત્યારે જૂનાગઢમાં પાણીના પ્રવાહમાં એક વ્યક્તિ ફસાઇ ગયા હતા. આ વ્યક્તિનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ હતુ. વંથલીના નાવડા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા આધેડને બચાવાયા હતા.ફાયર વિભાગની ટીમે બોટની મદદથી રેસ્ક્યૂ કર્યુ હતુ.