શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, ગીફ્ટ સીટી- PDPU રોડ પર મોડી રાત્રે ચીચીયારી પાડતા નીકળ્યા, વીડિયો થયો વાયરલ

શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, ગીફ્ટ સીટી- PDPU રોડ પર મોડી રાત્રે ચીચીયારી પાડતા નીકળ્યા, વીડિયો થયો વાયરલ

| Edited By: | Updated on: Apr 06, 2025 | 12:51 PM

આ વીડિયોમાં મોડીરાત્રે દ્વિચક્રી વાહન લઈને નીકળી પડેલા યુવક અને યુવતીઓ ચીચીયારી પાડતા નીકળે છે. એક યુવક તો સ્ટન્ટ કરતો હોય તેમ તેના દ્વિચક્રી વાહન ઉપર ઊભો થઈ જાય છે. જે અન્ય વાહનચાલકો માટે જોખમ સર્જતા હોવાનું કહેવાય છે.

આજના શિક્ષીત યુવક અને યુવતીઓ ટોળામાં ભેગા થાય ત્યારે લોકોના આકર્ષણ માટે કંઈક નવું કરતા હોય છે. આમ કરવામાં ઘણી વાર જાણ્યે અજાણ્યે કાયદાનો ભંગ પણ કરતા હોય છે. આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જે ગુજરાતના પાટનગર ગાંઘીનગરના ગીફ્ટ સીટી- PDPU રોડનો હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં મોડીરાત્રે દ્વિચક્રી વાહન લઈને નીકળી પડેલા યુવક અને યુવતીઓ ચીચીયારી પાડતા નીકળે છે. એક યુવક તો સ્ટન્ટ કરતો હોય તેમ તેના દ્વિચક્રી વાહન ઉપર ઊભો થઈ જાય છે. જે અન્ય વાહનચાલકો માટે જોખમ સર્જતા હોવાનું કહેવાય છે.

ગાંધીનગરના PDPU રોડ ગીફ્ટ સીટી રોડ પરના આ કહેવાતા વાયરલ વીડિયો અંગે ગાંધીનગર પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે નહીં તેવો પણ સવાલ સ્થાનિકો દ્વારા કરવામા આવી રહ્યો છે. આ પ્રકારની ઘટના અવારનવાર બનતી હોવાનું પણ કેટલાકનું કહેવું છે. જો આવી આછકલાઈ કરતા યુવક યુવતીઓને કાયદાનું જ્ઞાન કરાવવું જરુરી છે કે, તેમના વર્તનથી અન્ય કોઈ વાહનચાલકને તકલીફ ના પડવી જોઈએ. બાઈક અને ઈલેક્ટ્રીક વ્હીકલ લઈને બુમો પાડી શૌર મચાવતા હોય તેવા દ્રશ્યો વીડિયોમાં જે પ્રકારે સામે આવ્યા છે તે જોતા પોલીસે પણ સુઓમોટો લઈને આમની સામે કાર્યવાહી કરવાની માંગ ઊઠી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Apr 06, 2025 12:42 PM