Breaking News : જમીન NA કૌંભાડમાં સુરેન્દ્રનગરના પૂર્વ જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ
સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ગઈકાલ 1 જાન્યુઆરીના રોજ રિમાન્ડ પૂર્ણ થતા તેને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. ચંદ્રસિંહ મોરીએ ઈડીની તપાસમાં વેરી નાખેલા વટાણા બાદ, હવે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે પૂર્વ જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરાતા જ, ભ્રષ્ટાચારમાં ગળાડૂબ રહેલ અધિકારીઓ અને રાજકારણીઓમાં સોંપો પડી ગયો છે.
સુરેન્દ્ર નગર જિલ્લાના પૂર્વ જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલની આજે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ધરપકડ કરી છે. સુરેન્દ્રનગરમાં ખેતીની જમીનને નોન એગ્રીકલ્ચર કરવા માટે વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો. આ અંગેની જાણ દિલ્હીમાં થતા જ દિલ્હીથી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે જિલ્લા કલેકટર કચેરીમાં અને જિલ્લા કલેકટરેટના અન્ય અધિકારીઓને ત્યાં દરોડા પાડીને વ્યાપક ભ્રષ્ટાચાર પકડી પાડ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ગઈકાલ 1 જાન્યુઆરીના રોજ રિમાન્ડ પૂર્ણ થતા તેને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. ચંદ્રસિંહ મોરીએ ઈડીની તપાસમાં વેરી નાખેલા વટાણા બાદ, હવે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે પૂર્વ જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરાતા જ, ભ્રષ્ટાચારમાં ગળાડૂબ રહેલ અધિકારીઓ અને રાજકારણીઓમાં સોંપો પડી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને કેટલાક અન્ય સરકારી અધિકારીઓના આર્થિક કૌંભાડની જાણ ગુજરાતની કોઈ એજન્સીને થાય તે પહેલા દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટરને થઈ હતી. જેના પગલે ઈડીએ સુરેન્દ્રનગરમાં માખણ અને મલાઈ મળે તેવી જગ્યાએ ફરજ બજાવતા સરકારી અધિકારીઓને સાણસામાં લીધા હતા. આ કેસમાં જિલ્લા કલેકટરની રાતોરાત બદલી કરીને તેમને પોસ્ટીગ ઈન વેઈટીગમાં રાખ્યા હતા. એટલે કે નોકરી માટે સરકારની કઈ જગ્યાએ બેસવું તેની રાહ જોતા કર્યા હતા.
જ્યારે સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ઈડીએ ધરપકડ કરીને રિમાન્ડ પર મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન તેમની કરાયેલ પુછપરછમાં અનેક વટાણા વેરી નાખ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું. મોરીના ત્યાંથી મળેલા 67 લાખનો વહીવટ કોણ કરતું હતું. કોના કહેવાથી કરાતો હતો. કોણ કોણ આ વહીવટમાં સંડાવાયેલા હતા. રાજ્યના અન્ય કયા જિલ્લામાં આ પ્રકારની ખાનગી દુકાનો ધમધમે છે વગેરે અંગે ચંદ્રસિંહ મોરીએ પોપટની માફક બઘુ બોલી દીધુ છે.
(With Input Ronak Verma-Ahmedabad)
આ પણ વાંચોઃ Breaking News : સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર પદેથી રાજેન્દ્ર પટેલની હકાલપટ્ટી !