Jagat temple : દ્વારકાધીશ મંદિરમાં શ્રદ્ધાળુઓને ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દ્વારકાના જગત મંદિરમાં વ્યવસ્થાપન સમિતિએ ધર્મ અને સંસ્કૃતિને શોભે તેવા કપડા પહેરવા માટે ભક્તોને અપીલ કરી છે. દ્વારકાના જગત મંદિરમાં ઠેર-ઠેર ભક્તો સંસ્કૃતિને અનુરૂપ કપડા પહેરે તેવા બોર્ડ લગાવીને સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : Devbhoomi Dwarka: દ્વારકાના આંગણે રૂડો અવસર, શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજી લઇને આવ્યા દ્વારકા, જુઓ Video
દ્વારકા મંદિરમાં દેશ વિદેશથી ભક્તો દર્શન માટે આવતા હોવાથી હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં બેનર લગાવવામાં આવ્યા છે. ત્યારે મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની લાગણીને ઠેસ ન પહોંચે તેવી રીતે પહેરવેશ રાખવા માટે અપીલ કરવામાં આવી છે. પ્રાંત અધિકારી પાર્થ તલસણીયા દ્વારા પણ ભક્તોને સંસ્કૃતિને શોભે તેવા કપડા પહેરવા માટે અપીલ કરવામાં આવી છે.
વિદેશના મંદિરોમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ
ભારતમાં જ નહી વિદેશમાં પણ મંદિરોમાં ટૂંકા કપડા પહેરીને જવા પર પ્રતિબંધ રાખવામાં આવે છે. જેમ કે કંબોડિયામાં આવેલા સુપ્રસિદ્ધ મંદિર અંકોરવાટમાં પણ સ્ત્રી -પુરુષોને ટૂંકા વસ્ત્રો પહેરવા માટે પ્રતિબંધ છે. આ ઉપરાંત ભારતમાં પણ અનેક મંદિરોમાં પણ ટૂંકા કપડા પહેરીને જવા પર પ્રતિબંધ છે.
આ ઉપરાંત ગુજરાતમાં પણ બનાસકાંઠાના અંબાજી મંદિર તેમજ શામળાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર જો ભાવિ ભક્તો ટૂંકા વસ્ત્રો પહેરીને આવી જાય તો ઘણા મંદિરોમાં ધોતી અને પીતાંબર વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મહિલાઓ માટે દુપટ્ટાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.
દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો