નવા વર્ષના બીજા દિવસે પણ દ્વારકાધિશના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટ્યા ભાવિ ભક્તો, જય દ્વારકાધિશના નાદથી ગૂંજી ઉઠ્યુ પરિસર

નવા વર્ષના બીજા દિવસે પણ દ્વારકાધિશના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટ્યા ભાવિ ભક્તો, જય દ્વારકાધિશના નાદથી ગૂંજી ઉઠ્યુ પરિસર

| Edited By: | Updated on: Nov 11, 2026 | 4:02 PM

નવા વર્ષ અને ભાઈબીજ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. દિવાળી વેકેશનને કારણે હજારો શ્રદ્ધાળુઓ 'જય દ્વારકાધીશ' ના નાદ સાથે કાળિયા ઠાકરના દર્શને આવી રહ્યા છે. ભક્તોની અતૂટ આસ્થાને કારણે મંદિર પરિસરમાં ઉત્સવનો માહોલ છવાયો છે, ભીડ હોવા છતાં ઉત્સાહ અકબંધ છે.

જગત મંદિર દ્વારકામાં નવા વર્ષના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. આજે ભાઈબીજના દિવસે પણ મંદિરમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોની લાઈનો લાગી છે. દ્વારકાધિશના દર્શન માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ‘જય દ્વારકાધિશ’ અને ‘જય કાળિયા ઠાકર’ ના જયકારાથી સમગ્ર મંદિર પરિસર ગૂંજી ઉઠ્યુ છે. હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્યુ હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવી રહ્યા છે.

નવા વર્ષના વધામણા બાદ ભાઈબીજના દિવસે પણ દ્વારકાધિશ મંદિરમાં હકડેઠઠ માનવ મહેરાણમ જોવા મળી રહ્યો છે. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર આજે પણ મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ રહેવાની છે. નવા વર્ષમાં દ્વારકાધિશના દર્શન માટે ઉમટેલા શ્રદ્ધાળુઓના કારણે દ્વારકામાં પણ ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ તહેવારોના દરમિયાન મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઊમટે તેવી પુરી શક્યતા છે. કાળિયા ઠાકર પ્રત્યેની અતૂટ આસ્થા જ છે જે લોકોને અહીં ખેંચી લાવી રહી છે. આટલી ભીડ હોવા છતા પણ લોકોની આસ્થા કે ઉત્સાહમાં સ્હેજ પણ ઘટાડો જોવા મળી રહ્યો નથી. કલાકો સુધી કતારોમાં ભલે ઉભુ રહેવુ પડે પરંતુ દ્વારકાધિશના દર્શન તો કરીને જ રહેશે. અહીં આવનારા દરેક ભાવિકો તેમના મનમં આ જ મહેચ્છા સાથે આવી રહ્યા છે.

આ તરફ મંદિર પ્રશાસન દ્વારા પણ શ્રદ્ધાળુઓની ભીડને જોતા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. વૃદ્ધો માટે વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે તો ભીડને કારણે કોઈ અનિચ્છનિય દુર્ઘટના ન ઘટે તે હેતુથી મંદિરના સુરક્ષાકર્મીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યુ છે અને ભીડનું સૂચારુ રીતે સંચાલન કરવામાં આવી રહ્યુ છે. જેથી દરેક વ્યક્તિ દર્શન કરી શકે અને ધક્કામુક્કી જેવી કોઈ દુર્ઘટનાને પણ ટાળી શકાય.

દિવાળીના વેકેશનમાં દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો, 23 નવેમ્બર સુધીના બુકિંગ ફૂલ

Published on: Nov 11, 2026 03:42 PM
Follow Us
Loading...
Unable to load recommendations.