AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Update: દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને ખંભાળિયામાં ધોધમાર વરસાદ, રસ્તા પર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી

Rain Update: દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને ખંભાળિયામાં ધોધમાર વરસાદ, રસ્તા પર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 9:46 AM
Share

ગુજરાતમાં (Gujarat) આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં (Saurashtra-kutch) અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં (Gujarat) આગામી ત્રણ દિવસ ભારે વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થતાં ગાજવીજ સાથે વરસાદની (Monsoon 2022) સંભાવના સેવા રહી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં (Saurashtra-kutch) અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આગાહી અનુસાર ગઈકાલે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. કલ્યાણપુરના ભાટિયા ગામે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે બજારો પાણી પાણી થયા હતા. તો બીજી તરફ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા. રસ્તા પર જ વરસાદી પાણી ભરાતા લોકોને અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

રસ્તાઓ પર નદીઓ વહી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના ગ્રામ પંથકમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. કલ્યાણપુર, હરિપર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે આસપાસના ખેતરોમાં પાણી ભરાયા છે. તો ખંભાળિયા શહેરમા વરસાદ થતા રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ. ગુરુવારે વરસાદના કારણે શહેરમાં નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો ખંભાળિયાના લુહારશાળ, ગુજરાત મિલ, નગર નાકા સહિત ના વિસ્તાર મા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. તો લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદના આગમનથી ખેડૂતોના પાકને ફાયદો થશે.

આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં (Gujarat) આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં (Saurashtra-kutch) અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની (heavy rain) આગાહી હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવી છે.તો સૌરાષ્ટના દરિયા કાંઠા વિસ્તારોમાં અતિભારે વરસાદી આગાહી છે. ભારે વરસાદને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.તો બીજી તરફ પોર્ટ (Port) પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ લાગવવામાં આવ્યુ છે.

g clip-path="url(#clip0_868_265)">