દ્વારકા: જામખંભાળિયામાં પીવાના પાણીની લાઈન પૂરના પાણીમાં તણાઈ જતા લોકો પાણી વિના વલખાં મારવા મજબુર- Video
દેવભૂમિ દ્વારકા નગરી પર જાણે કુદરત ચારે તરફથી રૂઠી હોય તેવુ લાગી રહ્યુ છે. એકતરફ વરસાદે તારીજી સર્જી છે. ચારેતરફ પૂરની સ્થિતિ સર્જાઈ છે, અનેક લોકો બેઘર બન્યા છે તો બીજી તરપ જામ ખંભાળિયાને પાણી પુરુ પાડતી પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યુ.
દ્વારકામાં વરસાદે મહાવિનાશ વેર્યો છે. આફત બનીને વરસેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે, સમગ્ર જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છ. ગામોના ગામો અને ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. પૂરના પાણી ચારેતરફ ફરી વળ્યા છે. હજારો લોકો બેઘર થયા છે. લોકોના ઘરોમાં ચાર ચાર દિવસથી પાણી ભરાઈ જતા લોકોને ખાવા માટે ના તો અનાજ છે. ના તો માથે છત રહી છે. બેઘર બનેલા અનેક લોકોની અત્યંત કફોડી સ્થિતિમાં જીવવા લાચાર બન્યા છે. આ તરફ જામખંભાળિયાને પીવાનું પાણી પુરુ પાડતી પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યુ.
જામ ખંભાળિયાનો ઘી ડેમ ઓવરફ્લો થતા ઘી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ડેમ 7 ફુટ જેટલો ઓવરફ્લો થયો છે. પૂરના કારમે પીવાનું પાણી પુરુ પાડતી લાઈનમાં તણાઈ ગઈ છે. હાલ વરસાદે તો વિરામ લીધો છે પરંતુ પૂરના પાણી હજુ ઓસર્યા નથી. જેના કારણે પાલિકા વોટર વર્ક્સે કામગીરી શરૂ કરી છે.