Dwarka: બિપોરજોય વાવાઝોડાને પગલે કંટ્રોલરુમ કાર્યરત કરાયો, દરિયા કિનારાના ગામોને કરાયા સાવચેત, જુઓ Video
હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા બિપોરજોય અંગે આગાહી કરવામાં આવી છે. જેના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ ઉપાયના જરૂરી પગલાઓ લેવામાં આવ્યા છે.
Dwarka: દ્વારકામાં બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર સજ્જ થયું છે. વાવાઝોડાને પગલે કંટ્રોલરુમ કાર્યરત કરાયો છે. તમામ કર્મચારીઓને સ્ટેન્ડ બાય રહેવા આદેશ અપાયા છે. દરિયાકિનારાના ગામોને સાવચેત કરાયા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ તમામ પ્રકારની સાવચેતી રખાઈ રહી છે. હાલ તમામ માછીમારો બંદર પર પરત ફર્યા છે. તમામ બંદરો પર બે દિવસથી 2 નંબરનું સિગ્નલ યથાવત રાખવામા આવ્યું છે.
આ પણ વાંચો : લોકોને વાવાઝોડાથી સતર્ક કરવા સુવાલી ગામના ચંદુભાઇની અનોખી પહેલ, દરિયાથી દૂર રહેવા માઇકમાં જાહેરાત કરી
દેવભૂમિ દ્વારકાના કલેકટર દ્વારા આ અંગે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા બિપોરજોય અંગે આગાહી કરવામાં આવી છે. જેના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ ઉપાયના જરૂરી પગલાઓ લેવામાં આવ્યા છે. જિલ્લા કક્ષાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ તેમજ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા સાથે દરીયાઈ પટ્ટી પર આવેલા ગામની યાદી તૈયાર કરી તેમાં રહેતા લોકોનું જરૂરિયાતના સમયે સ્થળાંતર કરવા માટે શેલ્ટર હોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત તાલુકા દીઠ લાયઝન ઓફિસરની નિમણુક કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો