Gujarati Video : લોકોને વાવાઝોડાથી સતર્ક કરવા સુવાલી ગામના ચંદુભાઇની અનોખી પહેલ, દરિયાથી દૂર રહેવા માઇકમાં જાહેરાત કરી
સુવાલી દરિયા કિનારો બંધ કરાયો છે, પરંતુ સહેલાણીઓની અવરજવર જોવા મળી રહી છે. ત્યારે કોઇ અઘટિત ઘટના ન બને તે માટે સ્થાનિક ચંદુભાઇ તંત્રની મદદે આવ્યા છે.
Surat : ગુજરાતમાં સંભવિત વાવાઝોડાના ખતરાને લઇને તંત્ર એલર્ટ છે. કુદરતી આફતમાં તંત્રને જનતાનો સાથ મળે તો તેનાથી રૂડું બીજુ શું હોઇ શકે. સુરતના સુવાલી દરિયા કિનારે આવો જ કઇંક નજારો જોવા મળ્યો. વાવાઝોડાના (Cyclone ) ખતરાને લઇને સુવાલી દરિયા કિનારો બંધ કરાયો છે, પરંતુ સહેલાણીઓની અવરજવર જોવા મળી રહી છે. ત્યારે કોઇ અઘટિત ઘટના ન બને તે માટે સ્થાનિક ચંદુભાઇ તંત્રની મદદે આવ્યા છે. ચંદુભાઇ માઇકમાં જાહેરાત કરીને સહેલાણીઓને દરિયા કિનારેથી દૂર રહેવા અપીલ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે તંત્રની સાથે સાથે નાગરિકો પણ પોતાની ફરજ સમજીને આવી સરાહનીય કામગીરી કરે તે ખરેખર આવકારદાયક છે.
આ પણ વાંચો- સુરતમાં છૂટાછેડાનું નક્કી થયા બાદ સસરાએ ઠાલવ્યો રોષ, 50 લાખ અને ફ્લેટની માગ કરી જમાઈનું ઘર સળગાવ્યુ
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મદરેસામાં બાળકો સાથે શું થાય છે? વાયરલ વીડિયોમાં આ બિરાદરે ખોલ્યા રાઝ

નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ

ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો

ટેસ્લાની સાયબર ટ્રકની સૌપ્રથમ સુરતમાં થઈ એન્ટ્રી
