Dwaraka : ભાણવડના બરડા ડુંગર પર પોલીસના દરોડા, 4800 લિટર દેશી દારૂના આથાનો નાશ કરાયો, જુઓ Video
ગુજરાતમાં દારુબંધી હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે દ્વારકામાં દેશી દારુની ભઠ્ઠી પર પોલીસના દરોડા પડ્યા છે. દ્વારકાના ભાણવડના બરડા ડુંગર પર પોલીસના દરોડા પડ્યા છે.
ગુજરાતમાં દારુબંધી હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે દ્વારકામાં દેશી દારુની ભઠ્ઠી પર પોલીસના દરોડા પડ્યા છે. દ્વારકાના ભાણવડના બરડા ડુંગર પર પોલીસના દરોડા પડ્યા છે. જેમાં પોલીસે 4800 લિટર દેશી દારૂનો આથો સહિત દારૂના જથ્થાનો ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારબાદ દારુના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસે 2 આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત પરબત મોરી અને જયેશ મોરીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ગીરસોમનાથમાં ઝડપાયો હતો વિદેશી દારૂની હેરફેરનો નવો કિમીયો
બીજી તરફ આ અગાઉ ગીરસોમનાથમાં વિદેશી દારૂની હેરફેરનો નવો કિમીયો સામે આવ્યો હતો. પોલીસની આંખમાં ધૂળ નાખીને દારૂ ઘૂસાડવાના કારસાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. બુટલેગરે પોલીસથી બચાવ પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવ્યું. દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બુટલેગરનો આ કિમીયો કામ ન લાગ્યો. ઉના પોલીસે તડ કેસરીયા રોડ પર ચેકિંગ દરમિયાન આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો. પોલીસે બાઈક સહિત દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.
