Gandhinagar : લો બોલો ! હવે નકલી ગુટખા બનાવતી ફેકટરી ઝડપાઇ, પોલીસે 4 આરોપીની કરી ધરપકડ, જુઓ Video

Gandhinagar : લો બોલો ! હવે નકલી ગુટખા બનાવતી ફેકટરી ઝડપાઇ, પોલીસે 4 આરોપીની કરી ધરપકડ, જુઓ Video

| Edited By: | Updated on: Apr 29, 2025 | 2:46 PM

નકલી વકિલ, નકલી જજ, નકલી પોલીસ, નકલી ધારાસભ્ય, નકલી સચિવ સાથે નકલી તબીબો પણ મળી આવવાના કિસ્સાઓ આપણે જોયા છે. ત્યારે ગાંધીનગરના ભેળસેળયુક્ત ઘી અને નકલી ગુટખા બનાવવાનો પર્દાફાશ થયો છે. અડાલજ - ઝુંડાલની નર્મદા કેનાલ પાસેથી ગોડાઉન ઝડપાયું છે.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલીની બોલબાલા છે. નકલી વકીલ, નકલી જજ, નકલી પોલીસ, નકલી ધારાસભ્ય, નકલી સચિવ સાથે નકલી તબીબો પણ મળી આવવાના કિસ્સાઓ આપણે જોયા છે. જો કે હવે તો ગુટખા પણ નકલી બનવા લાગ્યા છે. ગાંધીનગરના ભેળસેળયુક્ત ઘી અને નકલી ગુટખા બનાવવાનો પર્દાફાશ થયો છે.

ગાંધીનગરમાં અડાલજ – ઝુંડાલની નર્મદા કેનાલ પાસેથી ગોડાઉન ઝડપાયું છે. અમૂલ ઘીની બનાવટમાં ઉપયોગમાં લેવાતા સાધનો જપ્ત કરાયા છે. શંકાસ્પદ પાન મસાલાનો જથ્થો સહિત 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે 4 લોકોની કરી ધરપકડ

અડાલજ – ઝુંડાલની નર્મદા કેનાલ પાસે બાતમીના આધારે LCBએ દરોડા પાડ્યા હતા. આ કારખાનામાં ભેળસેળયુક્ત ઘી અને નકલી ગુટખા બનાવવાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. અમૂલ ઘીની બનાવટમાં ઉપયોગમાં લેવાતા સાધનો જપ્ત કરાયા હતા. શંકાસ્પદ પાન મસાલાનો જથ્થા સહિત 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જેના પગલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો