સુરતી લાલાઓ ભૂલથી પણ ન જતા દરિયાકાંઠે, હવામાન વિભાગે કરી મોટી જાહેરાત, જુઓ Video

|

Jun 01, 2024 | 5:33 PM

કેરળમાં તો ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે.હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત તરફ આગેકૂચ કરી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને લઇ સુરતનું તંત્ર અત્યારથી જ એક્શનમાં આવી ગયું છે.

કેરળમાં તો ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે.હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત તરફ આગેકૂચ કરી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને લઇ સુરતનું તંત્ર અત્યારથી જ એક્શનમાં આવી ગયું છે.દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના દરિયાકાંઠામાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. જેને લઇ સુરત પોલીસે લોકોની સાવચેતી માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

આ મુજબ, 1થી 7 જૂન સુધી ડુમસ અને સુવાલી બીચ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સાગર ખેડૂઓ અને માછીમારોને પણ દરિયામાં નહીં જવા સૂચના અપાઇ છે. જાહેરનામાનો ભંગ ન થાય તે માટે બંને બીચ પર પોલીસના જવાનો પણ તૈનાત કરી દેવાયા છે.હાલમાં કોઇ પણ સહેલાણીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video