Heavy Rain: ભારે વરસાદને કારણે તાપી કોઝવે પાણીમાં ગરકાવ, 23 રસ્તા બંધ, જુઓ Video

|

Jun 29, 2023 | 8:05 PM

તાપીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. બીજી તરફ જિલ્લા પંચાયત હસ્તકના કુલ 23 રસ્તા બંધ કરાયા છે. વ્યારા 3, ડોલવણ 2, વાલોડ 3 અને સોનગઢ 15ના રસ્તા બંધ કરાયા છે.

Tapi rain : તાપીના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. જેને કારણે જિલ્લા પંચાયત હસ્તકના કુલ 23 રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. વ્યારામાં ત્રણ, ડોલવણમાં બે, વાલોડમાં ત્રણ અને સોનગઢના 15 રસ્તા સલામતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યાં છે. તમામ રસ્તા બંધ થતાં અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યાં છે.

આ પણ વાંચો  : ગુજરાતમાં આગામી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી, જુઓ Video

ચોમાસાના પ્રારંભે જ મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યા છે. ત્યારે આજે ફરી દક્ષિણ ગુજરાતમાં આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. મધ્યપ્રદેશમાં એક અને દક્ષિણ ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થઇ છે. જેને કારણે આજે સુરત, નવસારી, વલસાડ, નર્મદા, દાદરા નગર હવેલી અને દમણમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. 29 જૂનથી 2 જુલાઇ સુધી અમદાવાદમાં 3થી 5 ઇંચ વરસાદની શક્યતા છે તો 30 જૂન અને 1 જુલાઇએ અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. તો અરવલ્લી અને સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ રહેશે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:26 pm, Thu, 29 June 23

Next Video