Jamnagar માં છ કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, NCB અને નેવી ઈન્ટેલિજન્સનું સંયુક્ત ઓપરેશન

|

Oct 04, 2022 | 5:03 PM

ગુજરાતના(Gujarat)  અલગ અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ(Drugs)  પકડવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. જેમાં જામનગરમાંથી (Jamangar) કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.NCBની ટીમ અને નેવી ઈન્ટેલિજન્સની ટીમ દ્વારા જોઈન્ટ ઓપરેશન હાથ ધરાયું હતું.

ગુજરાતના(Gujarat)  અલગ અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ(Drugs)  પકડવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. જેમાં જામનગરમાંથી  (Jamangar)  કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.NCBની ટીમ અને નેવી ઈન્ટેલિજન્સની ટીમ દ્વારા જોઈન્ટ ઓપરેશન હાથ ધરાયું હતું.જેમાં જામનગરના પોશ વિસ્તારમાંથી ઝડપાયો 6 કરોડની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. તો ડ્રગ્સ કેસમાં વધુ ત્રણ લોકોની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સ કેસની સુરક્ષા એજન્સી દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની દરિયાઈ પટ્ટી પર ડ્રગ્સ માફિયા ઓ સામે ગુજરાત પોલીસ  દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક કર્યા બાદ વધુ એક મોટી કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. ગુજરાત પોલીસ દ્વારા સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં દરિયાઈ પટ્ટી અને ડ્રગ્સના લેન્ડિંગ પોઇન્ટ નજીક રહેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ દ્વારા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને પોરબંદરની દરિયાઈ પટ્ટી  પર આ કાર્યવાહી કરવા આદેશ અપાયો છે. જેના ભાગરૂપે આજે દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં દરિયાઈ પટ્ટી નજીક આવેલા વિવાદિત અને ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકામાં પણ કાર્યવાહી

ગુજરાત પોલીસ દ્વારા દેવભૂમિ દ્વારકામાં પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે દ્વારકાના બેટ પંથકમાં રાજકોટ રેન્જ આઈ.જી. સંદીપ સિંહની આગેવાનીમાં પાંચ જિલ્લાના SP, DYSP અને SRPની બે કંપની સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલા ટીયર ગેસના સેલ, બુલેટ પ્રૂફ જેકેટ સહિતની સામગ્રી સાથે સજ્જ થઈ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા બેટ સુધી પહોંચવા માટે ચાલતી ફેરી સર્વિસ પણ બંધ કરી દેવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેના તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

Published On - 4:54 pm, Tue, 4 October 22

Next Video