અરવલ્લીમાં ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર, નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા

ઇસરોલથી રાજલી તરફ જવાના રસ્તા પરના કોઝ વે પર વરસાદી (Rain) પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે.રાજલી, માધુપુર, લક્ષમણપુરા, રાજલી કંપા, દઘાલીયા સહિતના 8 ગામના લોકો અવરજવર માટે મુશ્કેલીમાં મુકાયા છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Aug 16, 2022 | 11:16 AM

હવામાન વિભાગ (IMD) દ્વારા ઉતરગુજરાતમાં ભારે વરસાદની (Heavy Rain) આગાહી કરી હતી,જેને પગલે મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે.જેમાં અરવલ્લીમાં સ્થાનિક અને ઉપરવાસમાં વરસાદના કારણે નદી નાળા છલકાયા છે.ઇસરોલથી રાજલી તરફ જવાના રસ્તા પરના કોઝ વે પર વરસાદી (Rain) પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે.રાજલી, માધુપુર, લક્ષમણપુરા, રાજલી કંપા, દઘાલીયા સહિતના 8 ગામના લોકો અવરજવર માટે મુશ્કેલીમાં મુકાયા છે.અવિરત વરસાદને કારણે નદી-નાળાઓ પણ છલકાયા છે, ત્યારે નીચાણવાળા ગામોને (Village) સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યુ છે.

ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવ્યા

તો બીજી તરફ અરવલ્લીના મોડાસાના (Modasa)  ટીંટોઈ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.ડુંગર પરથી પાણીનો ધસમસતો પ્રવાહ ગામના રસ્તા પર ફરી વળતા અવરજવર બંધ કરવામાં આવી છે.મહત્વનું છે કે,પાણીનો તેજ પ્રવાહ હોવાથી જૈન મંદિર તરફ અવરજવર બંધ કરવાની ફરજ પડી છે.ધસમસતો પાણીનો પ્રવાહ જોવા જૈન મંદિર પાસે ગ્રામજનો ઉમટી પડયા છે.

ગઈ કાલથી જ ઉતર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે.સાબરકાંઠામાં (sabarkantha) ઉપરવાસમાં ભારે વરસાદને લઇને હરણાવ જળાશયમાં પાણીની નોંધપાત્ર આવક થઇ છે.હરણાવ જળાશયમાં 5 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાતા હરણાવ નદીમાં પાણી છોડાયું.જેના કારણે ખેડબ્રહ્મા અને વિજયનગરના નદીકાંઠાના 10 ગામોને એલર્ટ કરાયા. જેમાં વિજયનગરના અભાપુર, આંતરસુબા, મતોલ અને બંધના એમ 4 ગામને સાવચેત કરાયા છે.જ્યારે કે ખેડબ્રહ્માના સિલવાડ, વાઘાકંપા, સધરાકંપા, વીરપુર, આંતરી અને ડેમાઇ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati