આજનું હવામાન : રાજ્યમાં બેવડી ઋતુની આગાહી, ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાય તેવી શક્યતા, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થાય તેવી શક્યતા છે. રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં લઘુત્ત તાપમાન 15 થી 16 ડિગ્રી તાપમાન રહે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થાય તેવી શક્યતા છે. રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં લઘુત્ત તાપમાન 15 થી 16 ડિગ્રી તાપમાન રહે તેવી આગાહી કરવામાં આવી છે. તો મહત્તમ તાપમાન 30થી 32 ડિગ્રી સુધી રહેશે. હાલ રાજ્યમાં કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી માવઠાની શક્યતા નથી.
ઉલ્લેખનીય છે કે આગામી 7 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહે તેવી શક્યતા છે. મહત્તમ અને લઘુતમ તાપમાન વધઘટ રહે તેવી શક્યતા છે. પવનોની દિશા બદલાતી હોવાથી ઠંડી-ગરમીનો અહેસાસ થાય તેવી શક્યતા છે.
આજે અમદાવાદ, અમરેલી, ભરૂચ, બોટાદ, જુનાગઢ, કચ્છ,મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત મહીસાગર જિલ્લામાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભાવનગર, નવસારી સહિતના જિલ્લામાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
