અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં શ્વાનને મોટરસાઇકલ પાછળ બાંધી રસ્તા પર ઢસડીને, મારી નાખ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Aug 23, 2025 | 5:32 PM

અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક શ્વાન સાથે ક્રૂરતા આચરવામાં આવી હતી. આ ઘટનામાં એક યુવકે શ્વાનને બાઇક સાથે બાંધીને રસ્તા પર ઢસડ્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું. આ ઘટના અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, રમેશ હરગોવન પટેલ (ઉંમર- 39) નામના યુવકે એક શ્વાનને બાઇક સાથે બાંધી દીધો હતો. ત્યારબાદ તે શ્વાનને નિર્દયતાથી રસ્તા પર ઢસડીને લઈ ગયો, જેના કારણે તેને ગંભીર ઇજાઓ થઈ અને તેનું મૃત્યુ થયું.

આ કૃત્ય બાદ, શ્વાનના મૃતદેહને વિશ્વકર્મા બ્રિજ નીચે ફેંકી દેવાયો હતો. આ સમગ્ર ઘટના અંગે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા આચરવા બદલ રમેશ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનાએ પશુપ્રેમીઓમાં ભારે રોષ ફેલાવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us