દીપવલીના પર્વને ધામધૂમ થી ઉજવવામાં આવ્યો હતો. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જીવનમાં સુખી થવાનો રાજમાર્ગ છે.
તેથી દીપાવલી અને નૂતન વર્ષ પ્રસંગે આપણે સૌ કોઈએ આ ચાર ગુણ આપણા જીવનમાં ઉતરે એવો પ્રયત્ન કરવો જોઈએ. આ ચાર ગુણથી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય છે. એથી આ ચાર ગુણ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ.
આ સાથે કુમકુમ મંદિરમાં બીજી એક રંગોળી પણ તૈયાર કરવામાં આવી હતી. આપણે સૌ કોઈએ ભગવાનને પ્રાર્થના કરીને દીપનું પૂજન નિત્ય કરવું જોઈએ. તેથી દીપની પણ રંગોળી તૈયાર કરવામાં આવી હતી અને મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે ઘંટ વગાડવામાં આવે છે. તેથી તે ઘંટ પણ રંગોળીમાં દર્શાવવામાં આવ્યો હતો.