AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2022:  તહેવારો માટે સજજ એસટી નિગમ, પ્રવાસીઓ માટે દોડાવશે વધારાની 2300 બસ

Diwali 2022: તહેવારો માટે સજજ એસટી નિગમ, પ્રવાસીઓ માટે દોડાવશે વધારાની 2300 બસ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2022 | 9:35 AM
Share

એસટી નિગમ પ્રવાસીઓ માટે વધારાની 2300 બસો દોડાવાશે. અમદાવાદ વિભાગથી પણ વધારાની 700 બસો દોડાવવામાં આવશે. સુરત વિભાગમાંથી વધારાની 1550 બસો દોડાવશે.ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા, ઝાલોદ માટેનું વધારાનું સંચાલન કરાશે. આ માટે તમામ અધિકારી હેડકવાટરમાં રહી સંચાલનમાં મદદ કરશે.

દિવાળીના  (Diwali 2022)  તહેવારને લઈ રેલવે સ્ટેશન હોય કે પછી બસ સ્ટેશન, પ્રવાસીઓનો ધસારો વધી જાય છે. તહેવારમાં દરેક વ્યક્તિ પોતાના વતનમાં જવા માગતા હોય ત્યારે  આ અંગે એસટી નિગમ  (Gujarat State Road Transport Corporation ) પણ સજજ થયું છે અને   મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે  ગુજરાત એસટી નિગમ (GSRTC) દ્વારા વધારાનની 2300 બસો દોડાવવામાં આવશે. એસટી નિગમ તરફથી દરેક તહેવારમાં પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરતા હોય છે. ત્યારે તંત્ર દ્વારા 19થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની  બસો દોડાવવામાં આવશે.

ચાલુ વર્ષે પણ દિવાળીના તહેવારને લઈ વધારાનું સંચાલન કરવા માટે સજ્જ થઈ ગયા છે. એસટી નિગમ પ્રવાસીઓ માટે વધારાની 2300 બસો દોડાવાશે. અમદાવાદ વિભાગથી પણ વધારાની 700 બસો દોડાવવામાં આવશે. જેથી પ્રવાસીઓને બસની સુવિધા મળી રહે. આ તરફ સુરતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ વસી રહ્યા છે. સાથે સાથે ગુજરાતભરમાંથી લોકો દિવાળી વેકેશન દરમિયાન વતનમાં જતા હોય. જેને લઈ સુરત વિભાગમાંથી વધારાની 1550 બસો દોડાવશે.ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા, ઝાલોદ માટેનુ વધારાનુ સંચાલન કરાશ. આ માટે તમામ અધિકારી હેડકવટર્સમાં રહી સંચાલનમાં મદદ કરશે. તો બીજી તરફ ટ્રેનમાં  પણ  મુસાફરોનો ધસારો રહેતો હોવાથી  રેલ્વે વિભાગ દ્વારા પણ ફેસ્ટિવલ સ્પેસિયલ ટ્રેનો  દોડાવવામાં આવશે . ફેસ્ટિવલ સ્પેસિયલ ટ્રેન માટેના  રિઝર્વેઝશન અને બુકિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

તો બીજી તરફ  તહેવારોને ધ્યાને રાખતા  વિવિધ પ્રવાસન સ્થળોએ પણ  પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે કારણ કે આ વર્ષે  કોરોના કાળમાં રાહત હોવાથી પ્રવાસીઓ  સતત  ઘરની બહાર નીકળીને પ્રવાસ કરવાનો પસંદ કરી રહ્યા છે   ત્યારે પ્રવાસીઓ માટે ગેસ્ટ હાઉઇ, હોટેલ સહિતની સુવિધાઓના બુકિંગમાં પણ વધારો  જોવા મળ્યો છે.

 

g clip-path="url(#clip0_868_265)">