નવસારી નગરપાલિકાની વેરા વસૂલાતને લઈને નારાજગી, સુવિધા વગર વેરા વસુલાતનો સ્થાનિકોનો આક્ષેપ
નગર પાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે આ અંગે અભ્યાસ કરી યોગ્ય નિર્ણય કરાશે. ચીફ ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે સરકારના નિયમ પ્રમાણે જ વેરો વસુલવામાં આવે છે.
નવસારી (Navsari) વિજલપોર નગરપાલિકા (Nagarpalika)દ્વારા જે વિસ્તારોમાં ડ્રેનેજની સુવિધા નથી આપવામાં આવી ત્યાં વેરાનું બિલ (tax collection)ફટકારતા વિરોધ ઉઠ્યો છે. સ્થાનિક લોકો નગરપાલિકા કચેરીએ દોડી જઈ વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે નવસારી વિજલપોર નગરપાલિકાની હદ વિસ્તરણ થયા બાદ આઠ ગામોને પાલિકા હદ વિસ્તારમાં સમાવી લેવામાં આવ્યા હતા. ત્યારે ભાજપના કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે વેરામાં એક વર્ષ સુધી કોઈ જ વધારો કરાશે નહીં. પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવ્યા બાદ જ લોકોને વિશ્વાસમાં લઈ વેરો લેવામાં આવશે. પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ જ સુવિધા ઉપલબ્ધ કરાવ્યા વગર જ વેરો ઝીંકી દેવામાં આવ્યો છે.
સમગ્ર બાબતે નગર પાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે આ અંગે અભ્યાસ કરી યોગ્ય નિર્ણય કરાશે. ચીફ ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે સરકારના નિયમ પ્રમાણે જ વેરો વસુલવામાં આવે છે. કદાચ સર્વેમાં ભૂલ રહી હોય તો સુવિધા ના મળતી હોય તે વિસ્તારને પણ વેરામાં આવરી લેવાય છે. જો સર્વેમાં ભૂલ હશે તો તેને સુધારીને લોકોને વેરો માફી આપશું.
નવસારી વિજલપોર નગરપાલિકાની હદ વિસ્તરણ થયા બાદ આઠ ગામોને પાલિકા હદ વિસ્તારમાં સમાવી લેવામાં આવ્યા હતા. ગામોને સમાવતી વેળાએ પાલિકા દ્વારા સમાવિષ્ટ ગામોના લોકોને બાંહેધરી આપવામાં આવી હતી કે એમના વેરા એક વર્ષ સુધી એમાં કોઈ પણ પ્રકારનો વધારો નહીં કરવામાં આવે. ત્યારબાદ પ્રાથમિક સુવિધાઓ ઉભી કરી તમામને વિશ્વાસમાં લઇ વેરા વધારવાનો નિર્ણય લેવામાં આવશે. પરંતુ પાલિકા દ્વારા આ વચન પોકળ સાબિત થયા છે.
આ પણ વાંચો : JUNAGADH : ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો યોજાય તેવી ઉઠી માગ, ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો