અમદાવાદના સરખેજ સ્થિત આવેલા ભારતી આશ્રમની જમીન પચાવી પાડવા મુદ્દે ગુરુ હરિહરાનંદ અને શિષ્ય ઋષિ ભારતી વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં હરીહરાનંદ ભારતી બાપુએ કહ્યું કે મૈખિક સમાધાન અમને મંજૂર નથી. લેખિત ખાતરી નહીં મળે ત્યાં સુધી સમાધાન નહીં થાય.ઉપરાંત હરિહરાનંદ બાપુએ કહ્યું કે હું જીવું છું ત્યાં સુધી આશ્રમનું સંચાલન મારી પાસે જ રહેશે.
આપને જણાવી દઈએ કે લાંબા સમયથી આશ્રમની સંપતિનો વિવાદ વકર્યો છે. ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદ સંપત્તિનો વિવાદ વકર્યો હતો. જેમા બોગસ વિલ દ્વારા કાવાદાવા કરાયા હોવાના આક્ષેપ થયા હતા. વીલ પોતાના નામે હોવા છતા ખોટા વિલ બનાવવાનો હરીહરાનંદ બાપુએ આક્ષેપ કર્યો હતો.
હરીહરાનંદ બાપુએ જણાવ્યુ કે વિવાદ માત્ર આશ્રમનો છે. જે વિલ અને વસિયત મારા ગુરુજી મારા નામનુ કરી ગયા છે. તેનુ પ્રોબેટ લીધુ ત્યારે પડકાર આપ્યો હતો પરંતુ 6 મહિના સુધી તેનો કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો. તેનુ પ્રોબેટ પણ મને મળી ગયુ છે તેમ હરીહરાનંદ બાપુએ જણાવ્યુ હતુ.
આપને જણાવી દઈએ કે જુનાગઢ ભારતી આશ્રમના સ્થાપક ભારતી બાપુના દેવલોક થયા બાદ હરીહરાનંદ ભારતી બાપુ ગાદી સંભાળી રહ્યા છે.
Published On - 11:59 pm, Fri, 15 March 24