ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ, લે-વેચમાં માગ વધતા બંધ પડેલા કારખાના થયા ધમધમતા

ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ, લે-વેચમાં માગ વધતા બંધ પડેલા કારખાના થયા ધમધમતા

| Edited By: | Updated on: Sep 06, 2026 | 6:17 PM

છેલ્લા ત્રણ વર્ષથી મંદીનો માર ઝેલી રહેલા હીરા ઉદ્યોગમાં તેજીનો તરખાટ જોવા મળી રહ્યો છે. સુરત બાદ ગુજરાતના બીજા ક્રમનો હીરા ઉદ્યોગ ધરાવતા ભાવનગરમાં બંધ પડેલા હીરાના કારખાના ફરી ધમધમતા થયા છે અને બજારમાં વેપારીઓની અવરજવર વધી છે.

ગુજરાતમાં સુરત બાદ બીજા ક્રમના સૌથી મોટા હીરા ઉદ્યોગ કેન્દ્ર ગણાતા ભાવનગર સહિત સુરત અને અમદાવાદમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી મંદી વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવ્યા.વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ અને બજારમાં અનેક વેપારીઓના ઉઠમણાં જેવા કારણોસર હીરા ઉદ્યોગ પાયમાલી તરફ ધકેલાયો હતો. અનેક ઉદ્યોગકારો અને રત્નકલાકારો હીરા ઉદ્યોગ છોડીને અન્ય વ્યવસાય તરફ વળ્યા હતા. આ તમામ અડચણો વચ્ચે છેલ્લા 30 દિવસથી હીરાની લે-વેચમાં માંગ વધતાં હીરા ઉદ્યોગમાં ફરીથી ધીમો સળવળાટ અને તેજીની આશા જાગી છે

હીરા ઉદ્યોગમાં તેજીના કારણો જોઈએ તો કાચા હીરાના ભાવ ઘટ્યા છે. કાચા હીરાનો ભાવ અગાઉ 100 ડોલર હતા પરંતુ હવે તે ઘટીને 30 ડોલર થયા છે. જેના કારણે હીરાની પડતર કિંમતમાં ઘટાડો આવ્યો. તો બીજી તરફ અમેરિકા સહિતના દેશોમાં પોઇન્ટેડ અને ફેન્સી રિયલ ડાયમંડની માંગમાં વધારો થતા હીરામાં તેજીની ચમક આવી. ભાવનગરના હીરા બજારની વાત કરીએ તો થોડા દિવસોથી હીરા બજારમાં વેપારીઓની અવરજવર વધી અને હીરાની લે-વેચમાં વધારો નોંધાયો. કેટલાક બંધ પડેલા કારખાનાઓ પણ ફરી ધમધમતા થયા.

લાંબા સમય બાદ બજાર સ્થિર થતા હીરા ઉદ્યોગને એક બળ મળ્યું. પરંતુ આ તેજી કેટલો સમય ચાલે તે જોવુ મહત્વનું રહેશે. વેપારીઓનું કહેવુ છે કે હાલની સ્થિતિ યથાવત રહેશે તો વેપારીઓએ હીરામાં ઉદ્યોગમાં ભોગવેલું નુક્સાન રિકવર થશે અને સતત ત્રણ વર્ષથી મંદીનો માર સહન કરતા રત્નકલાકારોની દીવાળી સુધરશે.

Breaking News: ગુજરાત ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલાયા, મુકુલ વાસનિકના બદલે રણદીપસિંહ સુરજેવાલાને સોંપાઈ કમાન

 

Published on: Sep 06, 2026 06:17 PM
Follow Us
Loading...
Unable to load recommendations.