Gujarati Video: ધાનેરા પોલીસે 79 લાખથી વધુની રકમના પોષડોડા ઝડપી પાડ્યા, ડુંગળીની બોરીઓની આડમાં લઈ જવાતા હતા પોષડોડા
બનાસકાંઠાના (Banaskantha) ધાનેરામાં ડુંગળીની બોરીઓની આડમાં લઈ જવાતા પોષડોડા ઝડપાયા છે. મળતી માહિતી પ્રમાણે આ પોષડોડા મહારાષ્ટ્રના જલગાંવથી ગુજરાત થઈ રાજસ્થાન લઇ જવાતા હતા.
એક તરફ ગુજરાત સરકાર દ્વારા એક તરફ રાજ્યમાં નશાનો કારોબાર બંધ થાય તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. બીજી તરફ ગુજરાતમાં હજુ પણ અલગ અલગ પ્રકારની નશાકારક વસ્તુઓ ઝડપાય છે. બનાસકાંઠામાંથી પણ આવી જ નશાની હેરાફેરી થતી હોવાનું પોલીસે ઝડપ્યુ હતુ. ધાનેરા પોલીસે મોટા પ્રમાણમાં પોષડોડા ઝડપ્યા હતા. ધાનેરા પોલીસે ટ્રકમાંથી 79 લાખથી વધુ રકમના પોષડોડા ઝડપી પાડ્યા છે.
બનાસકાંઠાના ધાનેરામાં ડુંગળીની બોરીઓની આડમાં લઈ જવાતા પોષડોડા ઝડપાયા છે. મળતી માહિતી પ્રમાણે આ પોષડોડા મહારાષ્ટ્રના જલગાંવથી ગુજરાત થઈ રાજસ્થાન લઇ જવાતા હતા. ધાનેરા પોલીસે ટ્રકચાલક સહિત બે શખ્સોની અટકાયત કરી હતી. પોલીસે પોષડોડા અને ટ્રક સહિત 85 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
