ધંધુકામાં (Dhandhuka) યુવકની હત્યાનો (Murder) મુદ્દો લોકોના રોષની લાગણી જોવા મળી રહી છે. તેમજ તેના પગલે આજે ધંધુકા,બોટાદ અને સુરેન્દ્રનગરમાં બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. બીજી તરફ ઘટનાની ગંભીરતાને લઇને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ ધંધુકામાં ચચાણા ગામે પહોંચી મૃતકના પરિવારજનોની મુલાકાત લીધી. મૃતક યુવકની પ્રાર્થનાસભામાં હર્ષ સંઘવીએ હાજરી આપી
ધંધુકાના ચચાણા ગામે મૃતક કિશનની પ્રાર્થનાસભા યોજાઇ છે ત્યારે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ચચાણા ગામે પહોંચી મૃતકની પ્રાર્થનાસભામાં હાજરી આપી. તેમજ મૃતકના પરિવારને આપી સાંત્વના પાઠવી હતી. આ સમયે મૃતક કિશનના પરિવારજનોએ હત્યારાઓને ફાંસી થાય તેવી ફરિયાદ કરી હતી. જેની સામે હર્ષ સંઘવીએ ઝડપી ન્યાય અપાવવાની ખાતરી આપી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ ધાર્મિક પોસ્ટ કરાઇ હતી. જે બાદ વિવાદાસ્પદ ધાર્મિક પોસ્ટને વિવાદ થયો હતો અને ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક કિશનની પોસ્ટ બાદ તેની હત્યાની સોપારી આપવામાં આવી હોઇ શકે છે. એટલું જ નહીં હત્યા પહેલા રેકી પણ કરવામાં આવી હોવાની પોલીસને વિગતો મળી છે.
ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. હત્યા કેસમાં અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની ભૂમિકા સામે આવી છે. જેને લઇ પોલીસે શબ્બીર અને ઈમ્તિયાઝ નામના બે આરોપીની અટકાયત કરી છે. કોના ઈશારા પર હત્યાને અંજામ અપાયો તે અંગે બંને આરોપીની પોલીસ પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-