Pavagadh માં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, માઈભક્તો દર્શનાર્થે ઉમટ્યા

| Edited By: | Updated on: Apr 02, 2022 | 11:12 PM

ચૈત્રી નવરાત્રિ દરમિયાન પાવાગઢમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ માઈભક્તો દર્શનાર્થે આવી પહોંચે છે. આ માઈભક્તો માતાજીની જ્યોત પ્રગટાવીને પોતાના વતન લઈ જતા જોવા મળે છે. આ જ્યોતની નવરાત્રિના નવ દિવસ સુધી આરાધના કરવામાં આવે છે. ચાલુ વર્ષે શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર તંત્ર પણ સજ્જ છે. મંદિર ટ્રસ્ટ અને ST વિભાગ દ્વારા પણ તમામ તૈયારીઓનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

ચૈત્રી નવરાત્રીના(Chaitra Navratri) પ્રથમ દિવસે પાવાગઢ(Pavagadh)સ્થિત કાલિકા માતાજીના મંદિરે ભાવિકોનું(Devotees)ઘોડાપૂર ઉમટ્યું છે. કોરોનાકાળમાં બે વર્ષ મંદિર બંધ રહ્યા બાદ આવેલી ચૈત્રી નવરાત્રીના પર્વે દૂર-દૂરથી ભાવિકો દર્શનાર્થે આવી પહોંચ્યા છે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ માઈભક્તો દર્શનાર્થે આવી પહોંચે છે. આ માઈભક્તો માતાજીની જ્યોત પ્રગટાવીને પોતાના વતન લઈ જતા જોવા મળે છે. આ જ્યોતની નવરાત્રિના નવ દિવસ સુધી આરાધના કરવામાં આવે છે. ચાલુ વર્ષે શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર તંત્ર પણ સજ્જ છે. મંદિર ટ્રસ્ટ અને ST વિભાગ દ્વારા પણ તમામ તૈયારીઓનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

નવરાત્રીના 9 દિવસનું મહત્વ

નવરાત્રીનો તહેવાર દેવી દુર્ગાની પૂજા અને શક્તિની ઉપાસનાનો તહેવાર છે. જેમાં સમગ્ર 9 દિવસ સુધી દેવી દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વખતે ચૈત્ર નવરાત્રી 2 એપ્રિલથી શરૂ થશે અને 11 એપ્રિલ સુધી ચાલશે. આ વખતે ચૈત્ર નવરાત્રી 9 દિવસની રહેશે. શાસ્ત્રોમાં 9 દિવસની નવરાત્રિ ખૂબ જ શુભ માનવામાં આવે છે, જ્યારે 8 દિવસની નવરાત્રિ શુભ માનવામાં આવતી નથી. 10 દિવસની નવરાત્રી ખૂબ જ ખાસ હોય છે.નવરાત્રીનો તહેવાર 9 દિવસ સુધી ચાલે છે જ્યારે તારીખ સામાન્ય હોય છે.આ વર્ષે ચૈત્રી નવરાત્રી 9 દિવસ સુધી ચાલશે.

આ પણ વાંચો :   ગુજરાતમાં ખાતરનો ભાવ વધારા અંગે કિસાન કોંગ્રેસના પાલ આંબલીયાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો

આ પણ વાંચો :  દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ શેરડીના ભાવો જાહેર કર્યા, ખેડૂતોની આતુરતાનો આવ્યો અંત

Published on: Apr 02, 2022 11:10 PM