ગુજરાતમાં ખાતરનો ભાવ વધારા અંગે કિસાન કોંગ્રેસના પાલ આંબલીયાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો

ગુજરાતમાં ખાતરનો ભાવ વધારા અંગે કિસાન કોંગ્રેસના પાલ આંબલીયાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 7:12 PM

સરકાર ખેડૂતોને સબસીડી ચૂકવે છે તો ભાવવધારો શા માટે તેવો સવાલ પણ તેમણે કર્યો હતો. તેમજ 1.35 લાખ કરોડની સબસીડી કેમ આપવામાં આવે છે. આ રૂપિયા કંપનીને આપવાના બદલે સીધા ખેડૂતોને આપવા જોઈએ. જો જોવા જઈએ તો છેલ્લા સાત વર્ષમાં ખેડૂતોના ઉત્પાદન ખર્ચ બમણો થયો છે.

ગુજરાતમાં (Gujarat)  IFCCOએ ખાતરના ભાવમાં(Fertilizer Price Hike)  સતત વધારો કર્યો છે. જેના પગલે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ(Pal Ambaliya)  CM ભૂપેન્દ્ર પટેલને(CM Bhupendra Patel ) પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર કિસાન સંઘ સાથે મળીને કુલળીમાં ગોળ ભાંગવાનું બંધ કરે. તેમજ સરકાર સાથે મિલીભગત કરી કિસાન સંઘે ખેડૂતોને છેતર્યા છે. જેમાં દિયોદરમાં 8 કલાક વીજળીની માંગ સાથે 7 દિવસથી ખેડૂતોના ધરણાં યથાવત છે. તેમજ સરકારે બેઠક કરવી હોય તો લડત કરતા ખેડૂત સંગઠનો સાથે કરવી જોઈએ. તેમજ જો સરકાર ખેડૂતોને સબસીડી ચૂકવે છે તો ભાવવધારો શા માટે તેવો સવાલ પણ તેમણે કર્યો હતો. તેમજ 1.35 લાખ કરોડની સબસીડી કેમ આપવામાં આવે છે. આ રૂપિયા કંપનીને આપવાના બદલે સીધા ખેડૂતોને આપવા જોઈએ. જો જોવા જઈએ તો છેલ્લા સાત વર્ષમાં ખેડૂતોના ઉત્પાદન ખર્ચ બમણો થયો છે. તેમજ 2022 સુધીમાં ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ બમણો થયો અને આવક અડધી થઈ છે. જ્યારે સરકારની નીતિ ખેડૂતોને ખેતી છોડવા મજબુર કરે તેવી છે.

ઉલ્લેખનીય છે કે, IFCCOએ ખાતરના ભાવમાં સતત વધારો કર્યો છે. જો કે હજુ આ અંગે અસમંજસની સ્થિતિ સર્જાતા દિલીપ સંઘાણીએ આ અંગે સ્પષ્ટતા કરી છે.સંઘાણીએ સ્પષ્ટતા કરી કે ઇફ્કો ખોટ ખાઇને ખાતરનું વેચાણ કરતું હતું અને અત્યારે પણ માત્ર નજીવો જ વધારો કર્યો છે.. વધુમાં તેમણે ઉમેર્યું કે ગત વર્ષે ખાતરમાં ભાવ વધારા બાદ 1700 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ તે લાગુ નહોતો કરાયો. આ ઉપરાંત ગઇકાલે મળેલી બેઠકમાં 1700 રૂપિયાથી ઘટાડી ઈફ્કોએ ખાતરનો ભાવ 1,450 રૂપિયા જ રાખ્યો છે.ખાતરના વધેલા ભાવ ખેડૂતો માટે પડતા પર પાટું છે.આ વર્ષે અતિવૃષ્ટએ પહેલાથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચાડ્યું છે.. આ આઘાતમાંથી ખેડૂતો હજી બહાર નથી આવ્યા ત્યાં ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો :  Kutch: ભુજમાં કોંગ્રેસનું અનોખુ વિરોધ પ્રદર્શન, રસ્તા પર ચુલો સળગાવી રસોઇ બનાવી મોંઘવારીના મુદ્દે વિરોધ દર્શાવ્યો

આ પણ વાંચો : Surat : લોન કૌભાંડમાં ઈકો સેલની ટીમે લોન આપનાર એજન્સીના સંચાલક અને એજન્ટની ધરપકડ કરી

Published on: Apr 02, 2022 07:06 PM
g clip-path="url(#clip0_868_265)">