દેવભૂમિ દ્વારકા : બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી લીધા આશિર્વાદ

દેવભૂમિ દ્વારકા : બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી લીધા આશિર્વાદ

| Edited By: | Updated on: Nov 05, 2023 | 11:06 AM

તાજેતરમાં જ બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતે પણ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા દ્વારકા પહોંચ્યા હતા.કંગના રનૌત દ્વારકા ઉપરાંત નાગેશ્વર જયોર્તિલિંગ તેમજ બેટ દ્વારકાની મુલાકાત લઈને ભગવાનના આશિર્વાદ લીધા હતા. તેમજ કંગના રનૌતે દ્વારકા નગરીને અદભૂત નગરી ગણાવી હતી.

દ્વારકામાં દૂર દૂરથી લોકો દ્વારકાધીશના દર્શન અર્થે આવતા હોય છે. તાજેતરમાં જ બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતે પણ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા દ્વારકા પહોંચ્યા હતા.કંગના રનૌત દ્વારકા ઉપરાંત નાગેશ્વર જયોર્તિલિંગ તેમજ બેટ દ્વારકાની મુલાકાત લઈને ભગવાનના આશિર્વાદ લીધા હતા.

તેમજ કંગના રનૌતે દ્વારકા નગરીને અદભૂત નગરી ગણાવી હતી. આ ઉપરાંત દ્વારકા દરિયામાં પુરાતન સ્થળો દર્શાવતું મ્યુઝિયમ સરકાર બનાવે તેવુ પણ તેમને જણાવ્યુ હતુ. આ સાથે જ કંગના રનૌતે જણાવ્યુ કે આગામી સમયમાં કૃષ્ણની કૃપા હશે તો લોકસભા ચૂંટણી લડીશ. કંગના રનૌતની સાથે તેની બેન પણ જોવા મળી હતી.

તો આ અગાઉ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી અને અંનત અંબાણી દ્વારકાધીશ દર્શન અર્થે દ્વારકા પહોંચ્યા હતા.તેમજ મુકેશ અંબાણી અને અનંત અંબાણી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દ્વારકાધીશના દર્શન કર્યા હતા. તેમણે દ્વારકામાં ઉપસ્થિત રમેશ ઓઝાના પણ આશીર્વાદ લીધા હતા.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી અને અનંત અંબાણી દર્શન કરીને થોડા સમયમાં જ દર્શન કરી પરત ફર્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 03, 2023 09:56 AM