Devbhoomi dwarka: ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ ત્રીજા દિવસે પણ બંધ
ઓખા જીએમબી દ્વારા યાત્રિકોની સલામતી માટે ફેરી બોટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આથી બહારથી આવતા યાત્રિકો દર્શન વિના જ પરત ફરી રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે ત્રણ દિવસથી ફેરી બોટ સર્વિસ બંધ રાખવામાં આવી છે. આજે સતત ત્રીજા દિવસે પણ આ ફેરીબોટ સર્વિસ બંધ રહી છે. ઓખા જીએમબી દ્વારા યાત્રિકોની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આથી બહારથી આવતા યાત્રિકો દર્શન વિના જ પરત ફરી રહ્યા છે. હાલના સમયમાં ઘણા પ્રવાસીઓ દ્વારકા , શિવરાજ પુર અને બેટ દ્વારકા ફરવા આવે છે જે હાલના સમયમાં બેટ દ્વારકા દર્શન કરવા માટે જઈ શકતા નથી.
અંબાજી, પાવાગઢ અને જૂનાગઢમાં રોપ વે બંધ
પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તેને પરિણામે આજે સતત બીજા દિવસે પમ રોપ વે બંધ રાખવાની ફરજ પડી હતી. બે દિવસથી સતત પવન રહેતા રોપ વે સંચાલકોએ નિર્ણય લીધો હતો કે પાવાગઢમાં રોપ વે સેવા બંધ રાખવામાં આવે. ગઇ કાલથી નીકળેલા ભારે પવનને કારણે રોપ વે ચલાવવો તે સંચાલકોને યોગ્ય લાગ્યું નહોતું. ગઈકાલે પવનના કારણે રોપ-વે સેવા કેટલાંક સમય સુધી બંધ રહેતા યાત્રિકો હેરાન થયા હતા. જોકે રોપ વે સંચાલકોએ જણાવ્યું હતું કે પ્રવાસીઓની સુરક્ષા માટે બારે પવનમાં રોપ વે ચલાવી શકાય નહીં તેથી પ્રવાસીઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પવનની ગતિ ઓછી થશે એટલે રોપ વે સેવા ફરીથી શરૂ કરવામાં આવશે.
સતત બે દિવસથી ગુજરાતમાં ભારે પવનને કારણે જૂનાગઢ, અંબાજી, પાવાગઢમાં રોપ વે સેવા યાત્રિકોની સુરક્ષાને કારણે બંધ રાખવામાં આવી છે. જેના કારણે આ સ્થળોએ ફરવા જતા પ્રવાસીઓ રોપ વેનો આનંદ લઈ શક્યા નહોતા.
ગત રોજ ગિરનારમાં રોપ વે બંધ કરવાની ફરજ બંધ પડી
જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત ઉપર પવનની ગતિ તીવ્ર જોવા મળી હતી. જેને કારણે ગત રોજ ગિરનારમાં રોપ વે બંધ કરવાની ફરજ પડી હતી. ઉડન ખટોલાના સંલગ્ન અધિકારીઓેને જણાવ્યું હતું કે પવનની ગતિ વધતા રોપવે બંધ કરવાની ફરજ પડી હતી. જોકે ભારે પવન બંધ થતા રોપ વે ફરીથી શરૂ કરવામાં આવશે.
