દેવ દિવાળી નિમીત્તે ગુજરાતના મોટા મંદિરોમાં લાખો ભક્તોએ કર્યા દર્શન, અંબાજીમાં ચડાવાઈ 52 ગજની ધજા- વીડિયો
દેવદિવાળી નિમીત્તે રાજ્યના ખ્યાતનામ મંદિરોમાં ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. અંબાજી મંદિરના શિખર પર 52 ગજની ધજા ચડાવવામાં આવી. ઊંઝામાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા. શામળાજીમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાયો હતો.
દેવ દિવાળીના પર્વે ગુજરાતના મોટા મંદિરોમાં લાખો ભક્તોએ શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા. યાત્રાધામ અંબાજીમાં હજારો ભક્તોએ દર્શન કર્યા. શ્રદ્ધાળુઓએ મંદિરના શિખર પર 52 ગજની ધ્વજા ચડાવી. જય અંબેના ઘોષથી મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો. ઊંઝા ઉમિયાધામમાં પણ દૂર-દૂરથી ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી. અરવલ્લીના શામળાજીમાં કાર્તિકી પૂર્ણિમાએ મેળામાં ગુજરાત, રાજસ્થાનના ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કર્યા. ભગવાન શામળિયાને પૂર્ણિમા પર્વે ખાસ શણગાર કરાયો. નાગધરા કુંડમાં પિતૃમોક્ષની માન્યતા સાથે ભક્તોએ શ્રદ્ધાની ડૂબકી લગાવી.
આ પણ વાંચો: સાત નદીઓનો જ્યાં સંગમ થાય છે તે વૌઠાની કરમની કઠણાઈ, સ્નાન તો દુર અંદર હાથ નાખવાની ચીતરી ચઢી જાય, જુઓ વીડિયો
મંદિરોમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. અંબાજી, અરવલ્લીના શામળાજી સહિતના મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા હતા.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
