લવ જેહાદીઓને એવી કડક સજા કરાશે કે, ગુજરાતની હદમાં કારસ્તાન કરવાનુ વિચારી પણ નહીં શકેઃ હર્ષ સંઘવી
નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, હુ પ્રેમનો વિરોધી નથી. દિકરીઓને ફસાવનારાઓનો અને ખોટા નામ ધારણ કરીને તેમનુ જીવન બરબાદ કરનારાઓનો વિરોધ કરુ છું. આવુ કારસ્તના કરનારાને કડક સજા મળવી જોઈએ. દાખલો બેસે તેની સાથે સાથે ગુજરાતમાં કૃત્ય કરવાનું જ વિચારે નહીં તેવી સજા કરાશે.
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન બન્યા બાદ, આજે સુરત શહેરમાં હર્ષ સંઘવી માટે યોજાયેલા અભિવાદન સમારોહમાં ઉપસ્તિથ સૌ કોઈને સંબોધતા નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ લવ જેહાદની પ્રવૃતિ સામે ચિમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યું કે, કાયદાના પુસ્તકથી નહીં પરંતુ દિલથી વિચારીને એવા કડક પગલાં લેવાય કે, ગુજરાતની હદમાં આવુ કૃત્ય કરવાનું તો ઠીક પણ વિચારવાનું પણ છોડી દે.
નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, હુ પ્રેમનો વિરોધી નથી. દિકરીઓને ફસાવનારાઓનો અને ખોટા નામ ધારણ કરીને તેમનુ જીવન બરબાદ કરનારાઓનો વિરોધ કરુ છું. આવુ કારસ્તના કરનારાને કડક સજા મળવી જોઈએ. દાખલો બેસે તેની સાથે સાથે ગુજરાતમાં કૃત્ય કરવાનું જ વિચારે નહીં તેવી સજા કરાશે.
દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ તેમજ અભિવાદન સમારોહમાં ઉપસ્થિતિ ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ, કહ્યું કે, પ્રેમ કરવાનો સૌને અધિકાર છે. સૌને હક્ક છે. પરંતુ ખોટા નામ ધારણ કરીને, ટેકનોલોજીનો દૂરપયોગ કરીને આપણી બહેન દિકરીઓને જે રીતે ફસાવવામાં આવે છે, તેમને છોડવામાં નહીં આવે. ગુજરાતમાં આવુ કરનારા સામે કડકાઈથી કાયદાકીય રીતે કામ કરવામાં આવશે.