સાવરકુંડલા અને ધારીમાં ડિમોલેશન ( Demolition ) ઝુંબેશ ચાલ્યા બાદ હવે અમરેલી શહેરમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. આગામી 24 અને 25 તારીખે ડિમોલેશન હાથ ધરાશે જેના માટે તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ડિમોલેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે 2 DySP, 6 PI, 20 PSI, 240 પોલીસ જવાનો હાજર રહેશે. ડિમોલેશન પહેલા અમરેલી શહેર પોલીસ દ્વારા ત્રણ દિવસ ફ્લેગમાર્ચ પણ યોજવામાં આવશે. બે દિવસની અંદર અમરેલી શહેરમાં જે તે લોકો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણો દુર કરી દેવામાં આવશે.
આ અગાઉ દાહોદ શહેરમાં નગરપાલિકાએ દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી હતી. સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી રહ્યું હતુ. ત્યારે શહેરના દેસાઇવાડા વિસ્તારમાં પણ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઇ હતી. દેસાઇ વાડામાં કરાયેલા ગેરકાયદે દબાણ દૂર કરાયા હતા. રસ્તામાં નડતરરૂપ દબાણ તોડી પડાયા હતા. નગરપાલિકાની ટીમ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો