Gujarati Video : જેતપુરના સ્વામિનારાયણ મંદિરની પાછળના ભાગે દબાણ દૂર કરાયા, નોટિસ ન આપી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
રાજકોટના જેતપુરમાં નગરપાલિકાએ દૂર કર્યા ગેરકાયદે દબાણો કર્યા છે. જૂનાગઢ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરની પાછળના ભાગે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Rajkot : રાજકોટના જેતપુરમાં નગરપાલિકાએ દૂર કર્યા ગેરકાયદે દબાણો કર્યા છે. જૂનાગઢ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરની પાછળના ભાગે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા અને PGVCLની ટીમ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. તંત્રનો દાવો છે કે, સ્થાનિકોને અનેકવાર નોટિસ આપી હતી.
આ પણ વાંચો : Rajkot : રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આજે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર લાગશે, ભક્તો અત્યંત આતુર
તેમ છતાં ગેરકાયદે દબાણો દૂર કર્યા ન હોતા. તેથી આખરે દબાણ દૂર કરવાની ફરજ પડી હતી. તો બીજી તરફ બુલ્ડોઝર ફરી વળતા સ્થાનિકોના આંખોમાં આસું આવી ગયા હતા. સ્થાનિકોનો દાવો છે કે, તેમને કોઇ જ પ્રકારની નોટિસ આપી નથી. તેથી હવે તેમને રહેવા માટે કોઇ વ્યવસ્થા કરી આપે એવી માગ કરી છે.