Anand : ખંભાતમાં વહેલી સવારથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયું ડિમોલિશન, જુઓ Video
ગુજરાતમાં ફરી એક વાર દાદાનું બુલડોઝર ફર્યું છે. ત્યારે આણંદના ખંભાતમાં આજે વહેલી સવારથી જ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવ્યો છે. ખંભાત નગરપાલિકાએ ગેરકાયદે દબાણ દૂર કર્યું છે.
ગુજરાતમાં ફરી એક વાર દાદાનું બુલડોઝર ફર્યું છે. ત્યારે આણંદના ખંભાતમાં આજે વહેલી સવારથી જ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવ્યો છે. ખંભાત નગરપાલિકાએ ગેરકાયદે દબાણ દૂર કર્યું છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર આંબેડકર સ્ટેચ્યુ પાસેના ગેરકાયદે દબાણ દૂર કરાયાં છે. દબાણ દૂર કરતા સમયે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ખંભાત શહેર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના બહિયાલ બાદ ખંભાતમાં પણ આજે વહેલી સવારથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દેહગામમાં દબાણ પર ફરી વળ્યું બુલડોઝર
બીજી તરફ નવરાત્રીમાં ગાંધીનગરના બહિયલમાં થયેલી હિંસક જૂથ અથડામણ બાદ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા બહિયલમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આરોપીઓના દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. મળતી માહિતી અનુસાર 186 જેટલા ગેરકાયદે એકમોના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
