અમદાવાદના પ્રસિદ્ધ લો ગાર્ડન પાથરણા બજારને ફરી શરૂ કરવા માંગ

પાથરણા બજારના સંચાલકો ઘર કેમ ચલાવવું તેની વિમાસણમાં મૂકાયા છે. પાથરણાબજારના 200થી વધારે લોકોએ સૂચક બેનરો સાથે પ્રદર્શન કર્યું.

અમદાવાદનું પ્રસિદ્ધ લો ગાર્ડનનું પાથરણા બજાર 45 દિવસથી બંધ છે. આ પાથરણાવાળાઓનો ધંધો લાંબા સમયથી બંધ રહેતા લોકોએ હાલાકી ભોગવવી પડી. આ પાથરણા બજારના સંચાલકો ઘર કેમ ચલાવવું તેની વિમાસણમાં મૂકાયા છે. પાથરણાબજારના 200થી વધારે લોકોએ સૂચક બેનરો સાથે પ્રદર્શન કર્યું. પોલીસે પ્રદર્શન કરી રહેલા લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં કોરોનાની બીજી લહેર બાદ અનેક બજારો બંધ કરાવવામાં આવ્યા હતા. જો કે આ બજારો ધીરે ધીરે ફરી ખૂલવા લાગ્યા છે. તેમજ લોકો ધીરે ધીરે પોતાના ધંધા રોજગારને સેટ કરવા જઇ રહ્યા છે. તેવા સમયે અમદાવાદના લો -ગાર્ડન પાથરણા બજાર છેલ્લા 45 દિવસથી બંધ કરી દેવામાં આવ્યું હતું. જેના પગલે આ સ્થળે પોતાનો ધંધો રોજગાર કરતાં લોકો બેકાર બન્યા છે.

તેવા સમયે આ પાથરણા બજારમાં ધંધો કરતાં આ લોકોની માંગ છે કે તેમને આ વિસ્તારમાં ફરી ધંધો શરૂ કરવા માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવે તેમજ તહેવારોના દિવસો દરમ્યાન તે પણ રોજીરોટી કમાવીને તેમના પરિવારની જરૂરિયાત પૂર્ણ કરી શકે. તેમજ પાથરણા બજાર બંધ થતાં તેવો બેકાર બન્યા છે અને આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 16 ઓક્ટોબર: વ્યસ્તતાના કારણે તમે જીવનસાથી અને પરિવાર પર વધારે ધ્યાન આપી શકશો નહીં, દિવસ સામાન્ય રહે

આ પણ વાંચો : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઐતિહાસિક ઘટના, અંગદાનમાં મળી મોટી સફળતા

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati