માનસિક બિમાર યુવતી પર દુષ્કર્મ : દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 50થી વધુ CCTV ફૂટેજની તપાસ કર્યા બાદ આ શખ્સને ઝડપી પાડ્યો. પકડાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ ખૂલ્યો છે, જે મુજબ તેની વિરુદ્ધ અગાઉ 16થી વધુ ગુનાઓ નોંધાયેલા હતા. આ ગુનાઓને કારણે તે અગાઉ તડીપાર પણ કરવામાં આવ્યો હતો અને તેની સામે પાસા (PASA) હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં 27 નવેમ્બરની વહેલી સવારે માનસિક બિમાર યુવતી પર દુષ્કર્મનો ગંભીર બનાવ બન્યો હતો. મદદ કરવાનો બહાનો બતાવી યુવતીને ટુ-વ્હિલર પર બેસાડનાર આરોપી યુવતીને અવાવરૂ સ્થળે લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની ગંભીરતા સામે પોલીસને શરૂઆતમાં ખાસ સુત્રો ન મળતાં તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાંચની ટીમે વિસ્તારના 50થી વધુ CCTV ફૂટેજની વિગતવાર તપાસ કરીને અંતે રીઢા આરોપીની ઓળખ કરી તેને ઝડપવામાં સફળતા મેળવી. ક્રાઈમ બ્રાન્ચ એ આરોપી ની ધરપકડ કરી 6 દિવસના રિમાન્ડની મંજૂરી મેળવી. વધુ તપાસમાં બહાર આવ્યું કે આરોપી સામે અગાઉથી ગેરકાયદે કતલખાને લઈ જવાતા પશુઓ, મારામારી અને પ્રોહિબિશન સહિત 16 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. સાથે સાથે તે એક વખત તડીપાર અને ચાર વખત પાસા પણ થઈ ચૂક્યો છે.
ક્રાઈમ બ્રાંચની ઝડપી કામગીરી કારણે પીડિતા અને પરિવારને ન્યાય તરફ મહત્વનું પગલું મળ્યું છે.
