Dang Rain : ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર, પિંપરી નજીક હનુમાનજી મંદિર પાસે જમીનનું થયું ધોવાણ, જુઓ Video

Dang Rain : ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર, પિંપરી નજીક હનુમાનજી મંદિર પાસે જમીનનું થયું ધોવાણ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 23, 2025 | 1:28 PM

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ડાંગ જિલ્લામાં મુશળધાર વરસાદ બાદ ભારે હાલાકી સર્જાઈ હતી. ડાંગના આહવામાં 4.61 ઈંચ, સાપુતારામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે. માછલી ખાતર, બાજ, આંબાપાડા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ડાંગ જિલ્લામાં મુશળધાર વરસાદ બાદ ભારે હાલાકી સર્જાઈ હતી. ડાંગના આહવામાં 4.61 ઈંચ, સાપુતારામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે. માછલી ખાતર, બાજ, આંબાપાડા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે અંબિકા, ગીરા, પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી.

નદીકાંઠા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે પિંપરી નજીક હનુમાનજી મંદિર પાસે જમીનનું ધોવાણ થયું છે. નવરાત્રીની શરૂઆતમાં જ વરસાદી માહોલથી ખેલૈયાઓની મજા બગડી હતી. તો ભારે વરસાદ ખાબક્તા અનેક સ્થળે કોઝવે પર પાણી ફરી વળતા વાહવ્યવહાર ઠપ થયો છે.

ઉલ્લેખનીય છે કે ગતરાતથી ખાબકી રહેલા વરસાદને પગલે ડાંગમાં અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. તો કોઝવે પણ પાણીમાં ગરક થયા છે. જેને પગલે જિલ્લા વહીવટી તંત્રએ લોકોને નદી નાળા અને કોઝવે પરથી પસાર ન થવા અપીલ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો