Dang News: જિલ્લામાં મેઘ મહેર યથાવત, વરસાદને પગલે જિલ્લાના ચાર માર્ગો અવરોધાયા, જુઓ Video

|

Sep 08, 2023 | 5:26 PM

ડાંગ જિલ્લામાં હવામાન વિભગાની આગાહી અનુસાર વરસાદની શરૂઆત થઈ છે. છેલ્લા દસ કલાકમાં નોંધાયો 56 MM વરસાદ નોંધાયો છે. સતત પડી રહેલા વરસાદને પગલે જિલ્લાના ચાર માર્ગો અવરોધાયા છે. વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં વરસાદના પુનરાગમન બાદ આજે પણ મેઘ મહેર યથાવત રહેવા પામી છે. 

જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તરફથી મળેલી વિગતો અનુસાર તા 8 મી સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ 94 MM વરસાદ નોંધાવા પામ્યો હતો. ત્યાર બાદ બીજા દસ કલાક એટલે કે સવારના છ થી આ લખાય છે ત્યાં સુધી, એટલે કે સાંજના ચાર વાગ્યા સુધી બીજો સરેરાશ 56 MM વરસાદ અહીં નોંધાઇ ચુક્યા છે.

વિગતે જોઈએ તો આ દસ કલાક દરમિયાન આહવા તાલુકામાં 81 MM વરસાદ નોંધાયો છે. જેની સાથે આહવા તાલુકાનો મોસમનો કુલ વરસાદ 1690 મી.મી. થવા પામ્યો છે. તો વઘઇ તાલુકામાં 31 મી.મી. સાથે કુલ 1704 MM, અને સુબિર તાલુકામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 56 MM વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 1500 MM નોંધાઇ ચુક્યો છે. આમ, જિલ્લામાં દસ કલાકમાં વધુ સરેરાશ 56 MM વરસાદ નોંધાવા પામ્યો છે.

આ પણ વાંચો : Dang : ભર ચોમાસે પાણીની પારાયણ, મહારાષ્ટ્રની હદમાં આવેલા ઝરણામાંથી ભરવું પડે છે પિવાનુ પાણી, જુઓ Video

દરમિયાન ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ તરફથી મળેલી વિગતો અનુસાર, તા. 8 સપ્ટેમ્બરના રોજ બપોરના 3 વાગ્યાની સ્થિતિએ જિલ્લાના જે માર્ગો વરસાદી પાણીને કારણે અવરોધાયા છે તેમાં વઘઇ તાલુકાના વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, સહિત ખાતાળ ફાટકથી ઘોડી રોડ, અને આહવા તાલુકાના ભવાનદગડ-ધુલચોન્ડ-આમસરવલણ રોડ, અને બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડનો સમાવેશ થાય છે. જેના કારણે સાત ગામો અસરગ્રસ્ત થવા પામ્યા છે. રાહદારીઓ, પશુપાલકો, અને વાહન ચાલકોને આ માર્ગનો ઉપયોગ ન કરતા, વહીવટી તંત્રે સૂચવેલા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ કરાયો છે.

ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video